દાહોદ : દાહોદ સ્માર્ટ સીટીની ઘોષણા થયાની વર્ષાે વિતી ગયા છે. સ્માર્ટીની કામગીરી પણ દાહોદ શહેરમાં મંથર ગતિએ ચાલી રહી છે. આ તમામ મુદ્દાઓની વાત કરીએ દાહોદ શહેરમાં આવેલ ઘણી સરકારીની જમીનોની દાહોદ શહેરમાં આવેલ સરકારી જમીનોમાં ભુમાફિયાઓ અને સંલગ્ન કચેરીના સત્તાધિશોના એકબીજાના મેળાપીપણામાં ભુમાફિયાઓ દાહોદની સરકારી જમીનો સહિત અનેક જમીનો પર કબજાે જમાવી બેઠા છે.
દાહોદ શહેરમાં આવેલ સન ૧૯૭૬ – ૭૭માં ટી.પી, સ્કીમ હેઠળ દાહોદ નગરપાલિકાને ગ્રીન સ્પેશના હેતુ માટે પ્રાપ્ત થયેલ ૧૯ જેટલા વિવિધ વિસ્તારોમાં આવેલ ફાજલ પ્લોટની જમીનો ક્યાં ખોવાઈ ગયેલ છે. આ એક ગંભીર બાબત છે. ટી.પી. સ્કીમમાં જમીનો ફાળવવામાં આવી તે જમીનો ઉપર સીમેન્ટ કોંક્રીંટના જંગલો ઉભા કરી દેવામાં આવ્યાં હોવાના પણ આક્ષેપો થઈ રહ્યાં છે. ભુમાફિયાઓએ સંલગ્ન અધિકારીઓની મદદથી કરોડો રૂપીયાની જમીનોમાં કબજાે જમાવી રાખ્યો છે. અને કરોડોની કમાણી પણ કરી લીધી છે.
ઘણી સરકારી જમીનોમાં તો પાકા બાંધકામો પણ થઈ ગયાં છે અને મસમોટી બિલ્ડીંગ અને ઈમારતો પણ ઉભી કરી દેવામાં આવી છે. સત્તામાં બિરાજમાન અધિકારીઓ પોતાની સત્તાનો દુરઉપયોગ કરી ભુમાફિયાઓ સાથે સાંઠગાંઠ રચી દાહોદ શહેરની ગ્રીન સ્પેસની કરોડોની કિંમતની જમીનો પ્રત્યે અધિકારીઓએ બેદરકારી દાખવી રહ્યાં છે. ભુમાફિયાઓ દ્વારા ફાજલ જમીનો પર કબજાે જમાવી બેઠા છે. જાણવા મળ્યાં અનુસાર, આ મામલે જાગૃત નાગરિકો દ્વારા જે તે સમયે વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને ગાંધીનગર સુધી ઉચ્ચકક્ષાએથી આ મામલે તપાસ કરવામાં આવે તેમજ ફાજલ જમીનો સરકાર હસ્તક કરવામાં આવે તેવા આદેશો પણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે પરંતુ દાહોદ શહેરના અધિકારીઓએ આ મામલે હાલ સુધી પણ કોઈ કાર્યવાહી ન કરતાં પ્રજામાં એક છુપા પ્રકારનો રોષ પણ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ દાહોદ શહેરમાં પાર્કિંગની પણ મોટી સમસ્યા છે. પાર્કિંગમાં પણ જાે આવીજ કામગીરી કરવામાં આવે તો પાર્કિંગ માટે પણ સારી એવી જગ્યા મળી શકે અને ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે પરંતુ હાલ અહીં મુદ્દો ભુમાફિયાઓ પર કાર્યવાહી કરવો છે અને વહેલામાં વહેલી તકે દાહોદના સંલગ્ન અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરાવી ભુમાફિયઓ વિરૂધ્ધ જરૂરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે તો દાહોદ શહેરવાસીઓને પડતી મુશ્કેલીઓ અને દાહોદ શહેરના હિત માટે ફળદાઈ બની રહેશે અને વહેલામાં વહેલી તકે દાહોદ સ્માર્ટ સીટીની કામગીરી પુર્ણ થશે તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય.