દાહોદ :
દાહોદ જિલ્લામાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી વાતાવરણમા નોધપાત્ર પલટો આવ્યો છે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે
દાહોદ અને ઝાલોદ તાલુકાના લીમડી, વરોડ, કારટ , મીરાખેડી ,ખેડા અને ડુંગરી સહિતના વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. ગ્રામ વિસ્તારોમા પણ હળવો વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ છે દાહોદ જિલ્લો વરસાદ આધારિત ખેતી પર નિર્ભર છે. લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હોવાથી ખેડૂતોમા પાક નિષ્ફળ જવાની ચિન્તા હતી. હવે વરસાદ શરૂ થતા ખેડૂતોમા આશા નો સંચાર થયો છેm હળવા વરસાદથી પાક ને નવજીવન મળ્યું છે