Charchapatra

થોડુંક અમેરિકા વિશે

વિશ્વના વિવિધ દેશોમાંથી લોકો કાયમી વસવાટ માટે અહીં સ્થળાંતર કરીને આવ્યા છે. અમેરિકા પાસે ઘણુ શીખવા જેવું છે- અહીંની સ્વચ્છતા, પ્રમાણિકતા, નૈતિકતા, પ્રજાની કર્મઠતા, કામ પ્રત્યેની નિષ્ઠા, સમય પાલન પ્રત્યેની સભાનતા, ધનાઢ્ય લોકોની દાન પ્રવૃત્તિ… આવું બધું તો ઘણું શીખવાનું છે. પોલીસની ગેરહાજરીમાં ય લોકો શિસ્તતાથી ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. ફાવે ત્યાં ગાડી પાર્ક થતી નથી. ક્યાંય કચરાના ઢગલા કે કોઈ અન્ય પ્રકારની ગંદકી જોવા મળે નહિ. અહીં બારેમાસ વરસાદ પડે છતાં રસ્તામાં ક્યાંય ખાડા નહિ પડે. રસ્તા પર ગાય, કૂતરા, બિલાડા છૂટા ફરતા ન મળે. મોલમાં જાવ કે બેન્કમાં – બધે જ લાઈનમાં શિસ્ત, કોઈ ધક્કા-મુક્કી નહિ. અહીં હવામાં પ્રદૂષણ નહિ, ખાદ્ય ચીજોમાં ભેળસેળ નહિ અને પીવા માટે તદ્દન શુધ્ધ પાણી.

કોઈ ગજવામાં પૈસા રાખે નહિ- બધે જ ક્રેડિટ કાર્ડ દ્વારા વહિવટ. હા, અહીં યુરોપના દેશો કરતાં ઘણી સોંઘવારી પણ બે બાબતોમાં ઘણી જ મોંઘવારી- એક તો એજ્યુકેશન અને બીજું હોસ્પિટલ/દવાનો ખર્ચ. એવી જ રીતે બે મોટા દૂષણો- એક તો ડ્રગ કલ્ચર અને બીજું ગન કલ્ચર. પણ અમેરિકાના લોકો ઘણા મિલનસાર, જરા પણ અહંમ્ નહીં. અમેરિકામાં લગભગ 49 લાખ ભારતીયો વસે છે. (87.5 લાખ ઈલ્લીગલ જુદાં). અમેરિકાના કુલ ડોક્ટરોમાં 38ટકા ઇન્ડિયન ડોક્ટરો છે. 12 ટકા વૈજ્ઞાનિકો ભારતના છે. ભારતથી અહીં સ્થાયી થયેલા લોકો હજુ ધર્મને વળગી રહ્યા છે. શનિ-રવિવારે મંદિરોમાં ભારે ભીડ જોવા મળે છે. મંદિરો ખૂબ જ સ્વચ્છ.
શિકાગો, અમેરિકા – ડો.કિરીટ એન ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top