Vadodara

તાંદલજામા ગેરકાયદે ચાલતી 12 મટનની દુકાનોને પાલિકા દ્વારા સીલ મારવામા આવ્યા

વડોદરા: નામદાર હાઇકોર્ટમાં થયેલ PI મુજબ નામદાર હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજયમાં લાયસન્સ/રજીસ્ટ્રેશન વગર ચાલતી ચીકન/મટનની દુકાનો, ગેરકાયદેસર રીતે અનસ્ટેમ્પડ મીટ વેચતી મટનની દુકાનો તેમજ અનહાઇજેનીક ચીકન/મીટનની દુકાનો સીલ/બંધ કરાવવા રાજય સરકાર દ્વારા સુચનાં આપવામાં આવી હતી જેના આધારે ચીકન/મટનની દુકાનોમાં સઘન ચેકીંગની કાર્યવાહી કરવામાં આવ્યું હતું.

મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ, દબાણ શાખા, પોલીસ વિભાગને સાથે રાખી
શહેરના પશ્ચિમ વિસ્તારમાં તાંદલજા સહિત તાંદલજા સહિત આસપાસમાં ચાલતી ગેરકાયદે અને યોગ્ય સાફ સફાઈ નહીં રાખનાર તથા લાયસન્સ દેખાય તેવી રીતે નહીં રખાતા બાર જેટલી મટન શોપને પાલિકા તંત્ર દ્વારા સીલ મારીને બંધ કરી દેવાય છે જ્યારે લાયસન્સવાળી મટન શોપ યોગ્ય સાફ સફાઈ કરીને ત્રણ દિવસ બાદ ખોલવા તંત્ર દ્વારા જણાવ્યું હતું. વિસ્તારની મટન શોપ બંધ કરાવવા જતા વિસ્તારના રહીશોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. જેથી પોલીસે મામલો સંભાળતા કોઈ બબાલ થઇ ન હતી.

Most Popular

To Top