Vadodara

તાંદલજામાં મસ્જિદ પાસે ગેરકાયદે દબાણો દૂર કરાયા

આજરોજ જે.પી. રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા મોજે. મકાન નંબર 42 મસ્જીદ પાસે. સંતોષનગર. તાંદલજા ખાતે વડોદરા મહાનગર પાલિકાના કર્મચારીઓ સાથે પોલીસે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.



વડોદરા મહાનગરપાલિકા તથા શહેર પોલીસ દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે કરેલા સરકારી અને પાલિકાની જગ્યાઓમાં અનધિકૃત બાંધકામો તેમજ શહેરના ગુનાઇત ઇતિહાસ ધરાવતા તથા હિસ્ટ્રીસીટરોના ગેરકાયદેસર રહેણાંક અને અન્ય સ્થાઇ મિલ્કલોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ત્યારે શુક્રવારે શહેરના ઝોન -2 ડીસીપી સાથે જે.પી.રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ કર્મીઓ તેમજ વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખા દ્વારા શહેરના જૂના પાદરા રોડ ખાતે આવેલા તાંદલજા વિસ્તારમાં સંતોષનગર વુડાના આવાસો પાછળ મકાન નંબર 42 સુલતાન અજમેરી ના પાલિકાના જગ્યામાં કરાયેલા ગેરકાયદેસર બાંધકામ ઓટલા ,શેડ્સ વિગેરેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિકો દોડી આવ્યા હતા જો કે પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અહીં ગેરકાયદેસર શેડ્સ અને ઓટલા સહિતના બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top