Vadodara

તરસાલી બ્રિજ નજીક બંધ ગેરેજને નિશાન બનાવી રૂ.1.80 લાખના મુદ્દામાલ ની ચોરી

ગેરેજનુ તાળું તોડી એન્જીન ફ્રેંક,પંપ નોઝલ,પાઇપો, ઓટો મોબાઇલ પાર્ટ્સ,ગેર બોક્ષ,ક્રાઇન પ્રીનીયન, એન્જિન હેડ,કોમ્રેશર,વેલ્ડિગ મશીન સહિતના સામાનની ચોરી

(પ્રતિનિધિ) વડોદરા તા. 12

શહેરના તરસાલી બ્રિજ નજીક આવેલા પટેલ મોટર્સ નામના બંધ ગેરેજને નિશાન બનાવી તસ્કરોએ ગત તા. 09 મે ની રાત્રે ગેરેજમાંથી એન્જીન ફ્રેંક,પંપ નોઝલ,પાઇપો, ઓટો મોબાઇલ પાર્ટ્સ,ગેર બોક્ષ,ક્રાઇન પ્રીનીયન, એન્જિન હેડ,કોમ્રેશર,વેલ્ડિગ મશીન સહિતના રૂ.1.80 લાખના સામાનની ચોરી કરી ગયા હોવાની કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી.

શહેરમા દિનપ્રતિદિન ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં બંધ દુકાનો અને મકાનો ને નિશાન બનાવતા તસ્કરો હવે શહેર ફરતે હાઇવે પર બંધ દુકાનોને પણ નિશાન બનાવી ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ ખાતે ગુરુકુળ ચારરસ્તા નજીકના મહાવીરધામ ટાઉનશિપમાં રહેતા નવીનભાઇ ફુલજીભાઇ પટેલ પોતાના માતા સાથે રહે છે અને નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા ગીરનાર હોટલ પાસે તરસાલી બ્રિજ નજીક પટેલ મોટર્સ નામથી ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. 09 મે ના રોજ નવીનભાઇ રાબેતામુજબ ગેરેજ પર કાભ પૂરું કરીને સાંજે આશરે સાતેક વાગ્યે ગેરેજના લાકડાના દરવાજાને તાળું મારી પોતાના ઘરે ગયા હતા અને બીજા દિવસે સવારે સાડા સાત વાગ્યાની આસપાસ રોજીંદા ક્રમ પ્રમાણે ગેરેજ પર ગયા હતા જ્યાં દુકાનના દરવાજાનું લોક તૂટેલા નકુચા સાથે જોવા મળ્યું હતું જેથી તેમણે ગેરેજમાં તપાસ કરતાં અંદર ટુલ્સની નીચે તથા દરવાજાની બાજુમાં મૂકલી પેટીઓના તાળાં તૂટેલા હતા જેમાંથી એન્જીન ફ્રેંક,પંપ નોઝલ,પાઇપો, ઓટો મોબાઇલ પાર્ટ્સ,ગેર બોક્ષ,ક્રાઇન પ્રીનીયન, એન્જિન હેડ,કોમ્રેશર,વેલ્ડિગ મશીન સહિતના આશરે રૂ. 1.80 લાખના સામાનની ચોરી થઇ હોવાનું જણાતાં સમગ્ર મામલે કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top