સંખેડા: છોટા ઉદેપુરના ભોરદા ગામના ગ્રામજનોની સાથે તોછડાઈથી વર્તન કરતા સિડીએચઓનો વિડિઓ વાઇરલ થયો છે. ભોરદાના પીએચસીમાં ડોકટર વિના પડતી મુશ્કેલીની રજૂઆત કરવા ગયેલા ગ્રામજનોને અધિકારી તરીકેની રૂઆબ છાટ્યો હતો.
વાઇરલ વીડિયોમાં આરોગ્ય અધિકારી તમને અહીંયા બેસાડ્યા એ જ મોટી વાત છે કહીને રૂઆબ ઝાડતા જોવા મળી રહ્યા છે.
સીડીએચઓએ ચોવિસાએ તમે અમારા સાહેબ છો ? કહીને ગ્રામજનોને નીચું દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો. મારાથી નહિ થાય તમે કરી નાખો જાવ, કહીને તોછડું વર્તન કર્યું હતું. મારી સામે કોઈ નેતા નથી, ત્રણેય ધારાસભ્ય અને સાંસદ સભ્ય પણ અહીંયા પ્રેમથી બેસે છે, કહીને હોદ્દાનો રૂઆબ છાંટયો હતો.
આરોગ્ય અધિકારી એવું કહેતા સંભળાય છે કે , શાંતિથી વાત કરવાની, અને વાત કરતી વખતે એ નહિ બતાવવાનું કે હું કોણ છું? તો પછી હું કોણ છું? તમારી કેટલા સુધી પહોંચ છે ? કલેકટર સુધી. શું કરશો તમે કલેકટર પાસે જઈને ?
તમે અમારા સાહેબ છો ? છોટાઉદેપુરના આરોગ્ય અધિકારીએ બતાવી સત્તાની ગરમી
By
Posted on