Savli

તમામ નવયુગલોને પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવા મુખ્યમંત્રીની હાકલ

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના સ્વર્ગસ્થ પિતાના જન્મદિન નિમિત્તે ૧૦ મો સર્વ જ્ઞાતિય વિરાટ સમૂહ યોજાયો

૮૭૮ નવદંપતીને આશીર્વાદ આપવા માટે મુખ્યમંત્રી ,ગૃહ મંત્રી ,વિધાનસભાના અધ્યક્ષ, સાંસદ સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા

સાવલી: સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના સ્વર્ગસ્થ પિતાના જન્મદિન નિમિત્તે ૧૦મો સર્વ જ્ઞાતિય વિરાટ સમૂહ યોજાયો હતો. આ લગ્ન પ્રસંગ માં ૮૭૮ નવદંપતીને આશીર્વાદ આપવા માટે મુખ્યમંત્રી ,ગૃહ મંત્રી ,વિધાનસભાના અધ્યક્ષ સાંસદ સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો .


સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના પિતાના નામે તેમજ તેમનો જન્મદિન નિમિત્તે સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ ઇનામદાર ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યના પિતા ના નામે ચાલતા મહેન્દ્રભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી ૬૨૦૦થી વધુ યુગલોના સમૂહ લગ્ન દ્વારા પોતાના નવજીવનની શરૂઆત કરાવી ચૂક્યા છે. તેવામાં આજ રોજ યોજાયેલ સમૂહ લગ્નમાં જંગી મેદની ઉમટી પડી હતી અને મુખ્યમંત્રીએ નવ યુગલો ને આશીર્વાદ આપવા ખાસ હાજર રહ્યા હતા.


આ આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ,ગૃહ મંત્રી હર્ષ સંઘવી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાંસદ સહિત જિલ્લાના મોટા ભાગના ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમૂહ લગ્ન ના આયોજન બાબતે ધારાસભ્યના આયોજન ના વખાણ કરી અભિનંદન પાઠવ્યા હતા અને ” એક પેડ માં કે નામ ” અને પાણી બચાવવા માટે શીખ આપી હતી. તેમણે તમામ નવ યુગલોને પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવા હાકલ કરી હતી અને સૌ નવયુગલો ને નવજીવનની શુભેચ્છા પાઠવી હતી .

જ્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ભાઈ ચૌધરીએ સમગ્ર વાતાવરણ ને જનકપુરી જેવું ગણાવ્યું હતું . જ્યારે ગૃહમંત્રી એ આ સમૂહ લગ્ન ની ઐતિહાસિક પળ ગણાવી હતી અને સમગ્ર ટીમ ને અભિનંદન પાઠવ્યા હતા અને સમૂહ લગ્ન તે ખરા અર્થમાં સમાજ કલ્યાણનું મુખ્ય કામ બનાવ્યું હતું .જયારે કેતન ઇનામદારે જણાવ્યું હતું કે સાવલી ગામ એ ગામ નથી એ મોટું ધામ છે અને પૂજ્ય સ્વામીજી અને ગેબીનાથ દાદા અને પૂજ્ય જગદીશ ગિરી બાપજી ના આશીર્વાદ છે .તેમના આશીર્વાદ થી જ આ કાર્ય થાય છે મારો પરિવાર છેલ્લા ૨૦૧૧ થી આ સમૂહ લગ્ન મારા પિતા ના ટ્રસ્ટ ના નામે કરી રહ્યા છે અને આ સમૂહ લગ્ન ના શ્રેય મારા કાર્યકરો ને જાય છે અને મારો પરિવાર આ સમૂહ લગ્ન નો નિમિત્ત છે અને માતાજી ના આશીર્વાદ છે .અને તાલુકાના કાર્યકરો તેમજ યુવાનોને પોતાનું મુખ્ય શસ્ત્ર ગણાવ્યું હતું. આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી અને ઈનામદાર પરિવાર દ્વારા સૌ નવયુગલોને અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી તે વેળાએ ભારે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા

Most Popular

To Top