Warning: file_put_contents(): Only -1 of 1338 bytes written, possibly out of free disk space in /home/gujaratmitraco/public_html/wp-content/plugins/wp-optimize/minify/class-wp-optimize-minify-cache-functions.php on line 412
Vadodara

ડ્રાય ક્લિનિંગની દુકાનમાંથી 25 હજારની ચોરી કરી ભાગેલી મહિલાઓ મારથી બચવા જાહેર રોડ પર નિર્વસ્ત્ર થઇ ગઇ


વડોદરા શહેરને સંસ્કારી નગરી કહેવામાં આવે છે.પરંતુ સંસ્કારી નગરી સહિત ગુજરાત માટે શર્મસાર કરતો કિસ્સો કારેલીબાગ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. કારેલીબાગની ડ્રાય ક્લીનિંગ દુકાનમાંથી રોકડા 25 હજારની ચોરી કરીને મહિલાઓ ભાગી હતી. યુવકે ચોરચોરની બુમો પાડતા લોકોએ ભેગા મળી તેમને ઘેરી લીધી હતી. પરંતુ લોકોના મારથી બચવા માટે મહિલાઓ જાહેર રોડ પર નિર્વસ્ત્ર થઇ ગઇ હતી. તેમ છતાં કેટલાક લોકો દ્વારા મહિલાઓને ફટકારવામાં આવી છે, જેથી પોલીસે ચાર મહિલાઓ તથા ટોળા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અંબાલાલ પાર્ક પાસે જય રણછોડ કોમ્પ્લેક્ષમાં ઇંગ્લેન્ડ ડ્રાય કલીગ નામની દુકાન આવેલી છે.રવિવારે બપોરના સમયે દુકાનના માલિક અલ્તાફભાઇ પોતાના ઘરે ટિફીન લેવા માટે ગયા હતા. તે દરમિયાન ત્યાં નોકરી કરતો ઇકબાલ રફીક ધોબી કપડાને ઇસ્ત્રી કરી રહ્યો હતો. દરમિયાન ચાર મહિલા દુકાનમાંં ઘુસી આવી હતી અને ગલ્લા પાસે ઉભી રહી હતી. જેમાંથી બે મહિલાઓ ગલ્લા પાસે આડી ઉભી રહીને અન્ય બે મહિલાઓ ગલ્લામાંથી રૂપિયા 25 કાઢી લીધા હતા. જેથી ઇકબાલે મહિલાઓ દુકાનમાંથી નીકળી જવા કહેતા તમામ પોતાની ચોરીનો મનસૂબો પારપાડી બહાર નીકળી ગઇ હતી. દરમિયાન ઇકબાલની નજર ગલ્લા પર પડતા ગુલ્લો ઉધો હતો. જેમાં મુકેલા રૂ.25 હજાર પણ ગાયબ હતા. જેથી તેણે બહાર નીકળી મહિલાઓની પાછળ દોડીને ચોર ચોર પકડો પકડો તેવી બુમો પાડી હતી. જેથી જાહેર રોડ પરથી જતા લોકોએ ભેગા મળી મહિલાઓ ઘેરી લીધી હતી. પરંતુ લોકો ફટકારશે તેના ડરથી ચારેય મહિલાઓએ પહેરેલા કાઢી નિર્વસ્ત્ર થઇ ગઇ હતી. પરંતુ  ટોળામાંથી કેટલાક લોકો મહિલાઓ પકડી માર માર્યો હતો. જેની જાણ પોલીસને થતા કારેલીબાગ પોલીસે ઘટના સ્થળ પર દોડી આવીને મહિલાઓને પોલીસ સ્ટેશનમાં લઇ આવી પુછપરછ હાથ ધરી છે. ડ્રાઇ ક્લીનિંગમાં નોકરી કરતા ઇકબાલ ધોબીએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંંધાવી છે. પોલીસે ચોરી કરનાર મહિલાઓ તથા માર મારનાર ટોળા સામે કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular