ડભોઇ: ડીસામા તાજેતરમા બનેલા બનાવમા ૧૮ ઉપરાંત ઇસમોના મોતથી કેટલાય કુટુંબો વેરવિખેર થઇ ગયા છે. બનાવની વિગત પ્રમાણે ડિસામા ફટાકડા બનાવવાની કામગીરી દરમિયાન આગ લાગતા ૧૮ જેટલા ઈસમોના મોત નિપજયા છે જેમા અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. ડભોઈ શહેર તાલુકા મા પણ ફટાકડા ના વેચાણ , સંગ્રહ અંને બનાવવાની કામગીરી ચાલે છે. જેમા પ્રાંત અધિકારી પાસે પરવાનો લેવાનો રહે છે. ડભોઈ તાલુકામા દિવાળીપુરા ખાતે ફટાકડાના ગોડાઉન આવેલા છે. જેમા યોગ્ય તપાસ થવી જોઈએ કે જે તે બેનર પાસે સરકાર ના ધારાધોરણ મુજબ પરવાના છે કે કેમ. પછી ધોડા ભાગી ગયા તબેલા ન તાળુ મારવા જેવો ધાટ ન સર્જાય એ જોવુ રહ્યુ
ડભોઈ શહેર તાલુકામા લગ્ન તેમજ શુભ પ્રસંગોમા ફટાકડા ફોડવાની પરંપરા છે. જેને લઇ ડભોઈ શહેર તાલુકામા ફટાકડાના વેચાણ અને સંગ્રહના યોગ્ય પરવાના છે કે નહી એ તપાસનો વિષય બનવા પામ્યો છે. ડભોઈ મા ડિસા જેવો બનાવ બને એ પહેલા તપાસનો ધમધમાટ જોવા મળે અને કાયદાનો ભંગ કરનાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી ડભોઈને ડીસા બનતા અટકાવી શકાય.
ડભોઈ ના કેટલીક જગ્યાએ ફટાકડાનો વેપાર થઇ રહ્યો છે તો શુ એમની પાસે પરવાના છે ખરા એની ઉંડાણ પૂર્વક ની તપાસ ની માંગ ઉઠવા પામી છે. બનાવ બન્યા બાદ અધિકારી ઓ એક બીજાને ખો આપતા હોવાને લઇ પ્રજાને હાડમારી વેઠવી પડે છે
