ડભોઇ: ડભોઇ રેલ્વે વિભાગમાં સ્ટેશન સુપ્રીટેંડેન્ટ અધિક્ષક તરીકે ફરજ બજાવતા નરેન્દ્રભાઈ દત્તાત્રેય પાઠક વયનિવૃત થતા સાથી કર્મીઓ તેમજ રેલવે સ્ટાફ દ્વારા તેઓને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. નરેન્દ્રભાઈ પાઠકે જીવનના 38 વર્ષ સુધી રેલવે વિભાગમાં સેવા આપી, જેમાં છેલ્લા 15 વર્ષથી ડભોઇ ખાતે તેઓ કાર્યરત હતા. તેઓ 60 વર્ષની વયે સેવા નિવૃત થતા રેલવે વિભાગ ના સહકર્મીઓ, ટ્રાફિક ઇન્સપેક્ટર, સ્ટેશન અધિક્ષક, ડી.આર.યુ.સી.સી.ના સભ્યો, મહિલા પી.એસ.આઈ સહિત સ્ટેશન સ્ટાફે ઉપસ્થિત રહી નરેન્દ્રભાઈ પાઠકને મોમેન્ટો આપી તેઓનું સન્માન કર્યું હતું. તેમનું આગળ નું જીવન ખુશ હાલ અને તંદુરસ્ત વિતે તેવી શુભેચ્છા આપી હતી.