Dabhoi

ડભોઈ તાલુકામા વન વિભાગના આશીર્વાદથી વિરપ્પનો સક્રિય

ડભોઇ: ડભોઈ તાલુકા મા છેલ્લા કેટલાય સમયથી લીલાછમ્મ વૃક્ષોનુ નિકંદન કાઢવા વિરપ્પનો કાયદાનો ડર રાખ્યા વિના સક્રિય બન્યા છે. તાજેતરમા મંડાળા ખાતે ગ્રામજનો ધ્વારા લાકડા ભરેલો ટેમ્પો પકડી પડાયો હતો. જેની સામે કોઈ કાર્યવાહી ન થતા લોકોમા તરેહ તરેહની ચર્ચા ઉઠવા પામી હતી


આ અગાઉ ચાણોદ પંથકમા ગેરકાયદે લાકડા કાપવાની ફરીયાદ ઉઠવા પામી હતી. ત્યારે ગ્રામજનો ધ્વારા વનવિભાગને જાણ કરવામા આવી. પરંતુ કોઈ કાર્યવાહી ન થતા વિરપ્પનોને કાયદાને ગજવામા લઇ ફરી તાજેતરમા જ ભાલોદરા ગામડીની ગૌચરની જમીન પર લીલા છમ્મ વૃક્ષો નુ નિકંદન નિકળી રહ્યુ છે. તંત્રની જાણે કોઈ જવાબદારી ના હોય એમ આંખે પાટા બાંધી વહીવટ કરી રહ્યા હોય એમ લાગી રહ્યુ છે. છેલ્લા કેટલાય સમયથી વિરપ્પનો છેવાડાના ગામોની ગૌચર પર અડીંગો જમાવી લાકડા નો કાળો કારોબાર ચલાવી રહ્યા છે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે રાતના અંધારુ ગાઢ બનતા જ ગાડીઓ ભરી પલાયન થતા હોય છે. હાઈટેક lજમાનાની સાથે વિરપ્પનો અતિ આધુનિક હથિયારો વડે જંગલોનો ખાત્મો કરી રહ્યા છે . વન વિભાગ તેની જાણે કોઈ જવાબદારી ના હોય એમ વર્તી રહ્યુ છે . જેને લઇ લોકો તરેહ તરેહની ચર્ચા ઓ કરી રહ્યા છે હવે જોવુ રહ્યુ કે ભાલોદરા ગામડી ની ગૌચર જમીન પર ના વિરપ્પનો સામે કાયદાનો કોરડો વીંઝાશે ?

Most Popular

To Top