ડભોઇ: ડભોઈ સરકારી દવાખાનાનો વિવાદ પીછો છોડતો નથી. તાજેતરમા જ તબીબ ધ્વારા પત્રકાર સાથે ગેરવર્તનના સમાચારની શાહી સુકાઈ નથી, ત્યાં ડો. આરતી ચતુર્વેદીની ચેમ્બરમા બેસતા અને સલાહકારના હોદ્દો ધરાવતા કોન્ટ્રાકટના કર્મચારી વિદેશ જતા રહેતા દર્દીઓની સુવિધા છીનવાઈ ગઈ છે. જેમનો હોદ્દો સલાહકાર હોવાનુ જાણવા મળ્યુ છે અને આ સલાહકાર તરીકે જેમની ફરજ પ્રસુતાઓના આરોગ્ય અને તબીયતની વાત જાણી સલાહ આપવાની છે તે આ પદ પર ફરજ બજાવતા ઉન્નતીબેન વિદેશ ગયા છે.
આરોગ્ય વિભાગમાંથી મળેલી માહિતી મુજબ આરોગ્ય વિભાગમાં વિદેશ જવા લાંબી રજા મળી ન શકે. આ બેન ધ્વારા પ્રથમ તો રજાનો રિપોર્ટ અપાયો હતો. જે નામંજુર થતા રાજીનામુ આપ્યું હતું, જે પરત લઇ લીધું છે. આરોગ્ય વિભાગના અધિક્ષક ડો.આરતી ચતુર્વેદીએ ફોન પર આપેલી માહિતી મુજબ આરોગ્ય સલાહકાર ઉન્નતિ બેનની ફરીયાદ જીલ્લા કક્ષાએ આપવામા આવી છે. ત્યારે જીલ્લા આરોગ્ય અધિકારી હવે કેવા પગલા ભરશે એ જોવુ રહ્યુ.
ડભોઈ મા આરોગ્ય વિભાગમા સલાહકારની ખાલી જગ્યાને લઈ મહીલાઓ ને ભારે આપદા પડી રહી છે. ડભોઈના આરોગ્ય વિભાગને જાણે કોઈ ની નજર લાગી હોય એમ વિવાદ પીછો નથી છોડતો. કહે છે જિલ્લા આરોગ્ય અધિકારીની ડાયરી lમા ડભોઈ નામ જાણે છે જ નહિ એવુ લાગી રહ્યુ છે. જેને લઈ ડભોઈ રેફરલ હોસ્પીટલના કેટલાક કર્મચારીઓ ફાટી ને આકાશે ગયા છે. હવે જિલ્લા આરોગ્ય અધિકારીના નિર્ણયની સૌ રાહ જોઈ રહ્યા છે. નવા આરોગ્ય સલાહકારની નિમણૂક કરાય એ જ સમયની માગ છે.
