ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના ૬૫મા જન્મ દિવસની આજે ભવ્ય ઉજવણી કરાઈ હતી.જેમાં સફાઈ કામદારોને ધાબળા અને અનાજની કીટનુ વિતરણ કરાયુ અને અંગદાન સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો. તેઓ પોતાના ધારાસભ્ય તરીકેના પગારને વિધાર્થીઓની કેળવણી પાછળ વાપરી રહ્યા છે જે રકમ અનેક વિધાર્થીઓને આશીર્વાદરુપ પુરવાર થઈ રહી છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ડભોઈ ની કાયાપલટ કરવા અને ડભોઈ ને અર્વાચીન દર્ભાવતી નગરી બનાવવા સતત પ્રયત્નશીલ છે. ડભોઈ વિધાનસભા મત વિસ્તારના રાજકીય , સામાજિક અને અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ધારાસભ્ય શૈલેષ મહેતાનુ ફુલહારથી સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા.