Dabhoi

ડભોઇ વાઘોડિયા માર્ગ પર વસઈ પાસે બાઈક સ્લીપ થતા ચાલકનું મોત

ગુજરાત મિત્ર ન્યુઝ
ડભોઇ :
ડભોઇ વાઘોડિયા માર્ગ પર ગત સાંજના પુરઝડપે ધસી આવેલો મોટર સાયકલચાલક સ્લીપ ખાઇને જોરભેર માર્ગ પર પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો. જેથી ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે મરનારના ભાઈ ની ફરીયાદ આધારે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ડભોઇના વસઈપુરા ગામના અને હાલ ડભોઇમાં રહેતો પ્રવિણભાઇ મેલાભાઈ પા.વા. રાબેતા મુજબ રોજ સવારે પોતાની મોટર સાયકલ લઈ વાઘોડિયા જી.આઇ.ડી.સી.માં નોકરીએ જતો હતો. જે સાંજ ના સાત વાગ્યા બાદ નોકરીએથી પરત ડભોઇ આવતો હતો. ત્યારે ગત સાંજ lના નોકરીએથી છૂટીને પ્રવીણ પા.વા.પોતાની સ્પ્લેન્ડર મોટર સાયકલ પર પુરઝડપે આવતો હોય તેની મોટર સાયકલ કાબુ ગુમાવતા વસઇ ગામ પાસે માર્ગ પર જ સ્લીપ ખાઇ પટકાયો હતો.જેથી માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. બરાબર આ જ સમયે એક ઈકો કાર ચાલક પણ પોતાની ફેમિલી સાથે ડભોઇથી વાઘોડિયા તરફ જતા હોય આખી ઘટના તેઓએ નજરે જોઈ હતી.એક સમયે ઈકો સામે જ મોટર સાયકલ આવતી જોઈ ગભરાયેલા ઈકો ચાલકે માર્ગ ની બાજુ માં ઉકરડામાં ઈકો ચઢાવી મૃતકને બચાવી લેવાનો પ્રયાસ કર્યો હતો.આખરે કાળ ને કોણ જાણી શક્યું છે.જેથી મૃતક નું આયુષ્ય જ ટૂંકું હોય તો કોણ બચાવી શકે. ખૈર પોલીસે મૃતક ના ભાઈની ફરીયાદ આધારે લાશને પી.એમ.માટે મોકલી આપી આગળ ની તપાસ હાથ ધરી છે.

સઈદ મનસુરી (ફોટો)

Most Popular

To Top