ડભોઇ:
ડભોઇ વેગા ત્રિભેટેથી ફરતીકુઈ તરફ જતા મુખ્ય માર્ગ પર શ્રીરામ ટિમ્બર્સ સેન્ટરીંગમાં રાત્રીના ચાર અજાણ્યા ઈસમોએ મારક હથિયારોથી હુમલા સાથે લૂંટ કરી હતી.જેમાં ટિમ્બર્સના માલિક પર લોહિયાળ હુમલો કરી 47,000 રોકડ અને મોબાઇલની લૂંટ કરી ચાર અજાણ્યા ઈસમો ભાગી છૂટ્યા હતા.
ડભોઇ વડોદરા માર્ગ પર શ્રી રામ ટિમ્બર્સ સેન્ટરીંગ નામથી લાકડા અને ભાડેથી સેન્ટરિંગ આપવાનો વ્યવસાય આવેલો છે.જેમાં ગત રાત્રીના પહેલા પહોરમાં એટલે કે રાત્રે 10 – 30 વાગે ટિમ્બર્સ ની અંદર પાછળના ભાગે ઓરડીમાં ટિમ્બર્સ ના માલિક દરગારામ પિરારામ સુથાર ઉ.વ.35 જે ઓરડી માં સુતા હતા.ત્યાનો દરવાજો બળજબરી પૂર્વક ચાર અજાણ્યા લૂંટારૂઓએ ખોલ્યો હતો અને સુઈ રહેલા દરગારામ સુથારને જગાડી ધમકીઓ આપી જે હોય તે આપી દેવા જણાવ્યું હતું. લૂંટારૂઓ પાસે લોખંડની પાઇપ,લાકડા ના ડંડો, કોદાળી જેવા હથિયારો હતા. જેમાં લોખંડનો પાઇપ અને દંડાથી હુમલો કરી દરગારામ સુથારને ગંભીર ઈજાગ્રસ્ત કર્યા હતાઅને રોકડ રુપિયા – 47,000 અને મોબાઇલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.બનાવ ની જાણ ડભોઇ પોલીસ ને થતા DYSP આકાશ પટેલ,પી.આઈ.કે.જે.ઝાલા,સહિત પોલીસ નો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો.લૂંટ ની ઘટનાની જાણ થયા જીલ્લા પોલીસ ની એજન્સીઓ પણ દોડતી થઈ ગઈ હતી.જો કે હજુ સુધી લૂંટ ને અંજામ આપનારા લૂંટારૂઓની ઓળખ કે પગેરું મળ્યા નથી.જેથી પોલીસે જુદીજુદી ટીમો બનાવી લૂંટના ગુનાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.