Dabhoi

ડભોઇ પંથકમાં હનુમાન જયંતિ ની દબદબાભેર, ભક્તિભાવ સાથે ઉજવણી

ડભોઇ:
ડભોઇ શહેર અને તાલુકામા હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી મન્દિરોમા ઠેરઠેર હોમાત્મક યજ્ઞ સાથે વિવિધ મંદિરમા ભંડારા અને હનુમાન ચાલીસાના પાઠ સાથે ધાર્મિક ક્રિયાકાંડોથી હનુમાન મંદિરે ભક્તોથી ઉભરાયા હતા. તેજ રીતે ડભોઇના લાલ બજાર ખાતે આવેલા સંકટ મોચન હનુમાન મંદિરે 11111-હનુમાન ચાલીસાના હોમાત્મકયજ્ઞ સાથે યજ્ઞકુંડ બનાવવામા આવ્યા હતા. જેમા ઘણા વ્યક્તિઓ એ ભાગ લઈ વિશ્વ કલ્યાણ અર્થે હોમાત્મકયજ્ઞમા ભાગ લીધો હતો. સવારે-09 વાગ્યાથી સાંજના 06-વાગ્યા સુધી હનુમાન જયંતિ નિમિત્તે કાર્યક્રમનુ સુંદર આયોજન શ્રી રામદેવગ્રુપ અને જયસીયારામ સેવા પરીવારના સંયુક્ત ઉપક્રમે કરવામા આવ્યુ હતુ.
જગતના સાત ચિરંજીવીઓમા જેની ગણના થાય છે એવા શ્રીરામભકત હનુમાનજીનો જન્મ ચૈત્રસુદ પુનમને દિવસે મંગળવારે વાયુદેવના અંશમાથી અને માતા અંજનીદેવીના ગર્ભમાથી થયો હતો.ત્યારથી ચૈત્રસુદ પુનમને મંગળવારે હનુમાન જન્મ જયંતિની ઉજવણી કરવામા આવેછે.વર્ષો બાદ હનુમાન જયંતિ ને શનિવાર આવ્યો છે. ત્યારે ડભોઇ શહેર તાલુકામા હનુમાનજી મંદિરોમા આજરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હનુમાન ચાલીસાના સતત પાઠ કરી હનુમાન ભક્તિમા ભક્તો લીન થયેલા જોવા મળ્યા હતા.
ડભોઇ નગર ના પટેલવાગા ખાતે બાલાજી હનુમાનજી, હીરાભાગોળ બહાર નરસિહ હનુમાનજી મંદિરે હોમાત્મકયજ્ઞ સાથે વિશાળ ભંડારો દરવર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાખવામા આવ્યો હતો. જવાલામાતા પાસે આવેલ રોકડીયા હનુમાનજી મંદિર, વેગા ખાતે મારુતિયાગ હનુમાનજી મંદિર, સાઠોદ પાસે પંચમુખી હનુમાનજી મંદિર,અને ટીંબી ફાટક પાસે હનુમાનજી મંદિરે હનુમાનજીની જન્મ જયંતિની ધાર્મીક ક્રીયાકાંડો સાથે ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. આખો દિવસ ધાર્મીક કાર્યક્રમોમા ભાગ લઈ ડભોઇ શહેર તાલુકાની ધર્મપ્રેમી પ્રજાએ પોતાની જાતને ધન્ય બનાવી હતી.

Most Popular

To Top