ડભોઇ: આજરોજ ચૈત્રી આઠમના દિવસે ડભોઇ નગરના પ્રાચીન ગઢભવાની માતાના મંદિરે યજ્ઞ યોજાયો હતો. ગઢ ભવાની માતાના મંદિરે ધજા બદલવાની વિધિ પણ ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવી હતી. માઈ ભક્તો મા ગઢ ભવાની માતાજી નું મંદિર અનેરી આસ્થાનું પ્રતિક છે.જેથી માઇભક્તોએ આઠમના દિવસે શ્રદ્ધાપૂર્વક ભક્તજનો એ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. નગરમાં આવેલા તમામ માઈ મંદિરોમાં આઠમના પવિત્ર દિવસે યજ્ઞ યોજાયા હતા. જેનો લાભ ડભોઇ નગરમાં રહેતા માઈભક્તોએ લીધો હતો.
ડભોઇ નગર ના પ્રાચીન ગઢભવાની માતાના મંદિરે વર્ષોની પરંપરા મુજબ ચૈત્ર સુદ આઠમના રોજ માતાજીના મંદિરે ધજા બદલવાની પરંપરા છે. તે મુજબ આજરોજ મંદિર ખાતે ભક્તજનો દ્વારા ધજા બદલવાની વિધિ કરાઇ હતી.ગઢભવાની માતાના મંદિરની પરંપરા મુજબ ધજા બદલવાની વિધિ સફળતાપૂર્વક થતાં માઈભકતોમાં આનંદની લાગણી છવાઈ હતી.
ડભોઇ નગરમાંં બહુચરાજી માતાજીનું મંદિર , ઝારોલા વાગા માં આવેલ શ્રી હિમજા માતાજીનું મંદિર , નગરની મધ્યમાં શ્રી મહાકાળી માતાનું મંદિર, હીરાભાગોળ બહાર જ્વાલા માતાજી સહિતના માંઇ મંદિરોમાં વહેલી સવારથી જ લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. પૂજા અર્ચના કરી ભક્તોએ માના દર્શન કર્યા હતા.આમ આજે ચૈત્રી આઠમ ની શ્રદ્ધાપૂર્વક માઈ ભક્તો દ્વારા ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્યતાથી ધાર્મિક વાતાવરણ મા ઉજવણી કરવામાં આવી હતી.
