તાઈ વાડામાં રોડ પર ખાડામાં બાઈક સવાર આધેડ ગરકાવ…..
તંત્ર વિરુદ્ધ બળાપો ઠાલવતા નગરજનોએ ઇજાગ્રસ્તને બચાવ્યો…..
(પ્રતિનિધિ) વડોદરા તા.21
વડોદરા શહેરના કોર્પોરેશનના ભ્રષ્ટાચારમાંથી ડભોઇ નગરપાલિકા પણ હવે બાકાત રહ્યું નથી્ ડભોઇ શહેરની વચમાં ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની મહેરબાનીથી પાડેલા ખાડામાં એક બાઈક ચાલક આધેડ ખાબકતા ચકચાર મચી ગઈ હતી.
ડભોઇની વચ્ચોવચ આવેલા તાઈવાડા વિસ્તારમાં 24 કલાક વાહન વ્યવહાર સહિતની અવરજવર રહે છે જ્યાં પાલિકાના એક કોન્ટ્રાક્ટરે રસ્તાની વચ્ચોવચ કામગીરી અર્થે ખાડા ખોદીયા હતા ત્રણ ચાર ફૂટ લાંબા પહોળા ખોદાયેલા ખાડા ની આસપાસ માટી કાઢીને કોઈ આળસ મૂકી ન હતી. નાગરિકોની સુરક્ષા અને સલામતીની ચિંતા કર્યા વગર ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર ની કામગીરી નો ભોગ એક વાહન ચાલક બન્યો હતો ખોદાયેલા ખાડાની તદ્દન બાજુમાંથી બાઇક લઈને પસાર થતાં વાહન ચાલકે ખાડા ટેકરાના લીધે બાઈક પરથી સંતુલન ગુમાવ્યું હતું. અને બચાવ અર્થે કહી વિચાર કરે તે પહેલા જ બાઈક નમી પડતા આડેધડ ખોદાયેલા ખાડામાં આખે આખો ઞરકાવ થઈ ગયો હતો. ભોગ બનેલા બાઈક ચાલકના ચીસા ચીસના અવાજના પગલે આજુબાજુ માંથી પસાર થતા રહીશો ચોકી ઉઠ્યા હતા. અને તુરંત દોડધામ મચાવી હતી. ભારે જહેમત બાદ રાહદારીઓએ આધેડને ખાડામાંથી બહાર કાઢ્યો હતો. બનાવના પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા અને ભ્રષ્ટ તંત્ર પર ગંભીર રોષ વ્યક્ત કર્યો હતો.
ઉસકેરાયેલા ટોળા માંથી કેટલા રાહડારીઓએ તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે વડોદરામાંથી ખાડોદરા નગરી બની ગયેલા ભ્રષ્ટ શાસના અધિકારીઓનો ભોગપાલિકા ના નગરજનો પણ બની રહ્યા છે રોડ રસ્તા કે ખાડાની કામગીરીનો પ્રારંભ કરતા પૂર્વે નાગરિકોની સુરક્ષા અને સલામતીના પગલાં લેવાના બદલે પોતાના ખિસ્સા ભરીને નિર્દોષ નાગરિકોને જીવના જોખમે રોડ રસ્તા પર અવરજવર કરવી પડે છે અને એક વખત આકસ્મિક દુર્ઘટનાઓ ગતિ હોવા છતાં તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કોઈ જ ન્યાય પગલાં લેવાતા ન હોવાથી અકસ્માતોની વણથંભી વણઝાર સર્જાય છે.
ઘટનાના પગલે તંત્ર સત્વરે વિચારદાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરીને ભવિષ્યમાં આ પ્રકારના અકસ્માતો ના બની તે માટે ન્યાય પગલાં લે તેવી નગરજનોએ ઉચ્ચ સ્તરે માગણી કરવાની માંગ દોહરાવી હતી.
