આમ તો વોર્ડ દીઠ 250થી 300 મતદારો હોય છે, ત્યારે કુંઢેલા જૂથ ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં 508 મતદારોનો વોર્ડ કરી દેવાયો
ડભોઇ: ડભોઇ તાલુકાની કુંઢેલા જૂથ ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં મતદારોના નામો બીજા વોર્ડમાં તેમજ એકજ પરીવાર ના મતદારો ને પણ જુદાજુદા વોર્ડ માં મૂકી દેવાયા છે.ત્યારે કુંઢેલા ગામના માજી સરપંચ અને ડે.સરપંચ ધ્વારા ગામ લોકોની સહીઓ સાથે મતદાર યાદીની વિસંગતતા દૂર કરવાની માંગ સાથે અરજી કરાઈ છે.
ડભોઇ તાલુકાની 28 ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર કરાઈ છે.ત્યારે જે તે ગ્રામ પંચાયતોની મતદાર યાદી ની જવાબદારી પણ તે ગ્રામ પંચાયત ના તલાટીને સોંપાઈ હતી.જેથી લોકો ગ્રામ પંચાયતની કચેરી એ જઈ મતદાર યાદીની ચકાસણી કરી વાંધા અરજીઓ રજૂ કરી શકે. ત્યારે ડભોઇ તાલુકાના કુંઢેલા ગ્રામ પંચાયતના વોર્ડની રચનામાં અને મતદાર યાદીમાં વિસંગતતા જોવા મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આમ તો વોર્ડ દીઠ 250થી 300 મતદારો હોય છે. ત્યારે કુંઢેલા જૂથ ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં 508 મતદારોના વોર્ડ કરી દેવાયો છે. એટલું જ નહીં એક જ વોર્ડના લોકો ને તેમજ એક જ પરીવારના મતદારો ને પણ જુદાજુદા વોર્ડ માં વહેંચી દેવાયા છે. જેથી મતદાર યાદીની વિસંગતતાથી અસંતોષથી ગામ ના અગ્રણીએ ડભોઇ મામલતદારથી માંડી ને રાજ્ય ચૂંટણી આયોગ સુધી અરજી કરતા ચર્ચાસ્પદ બનવા પામ્યું છે.