Dabhoi

ડભોઇ તાલુકાના અમરેશ્વર તળાવમાંથી મહાકાય મગર ઝડપાયો

ડભોઇ: ડભોઇ તાલુકાના અમરેશ્વર ગામના તળાવમાંથી મહાકાય મગર ઝડપાતા ગ્રામજનોએ હાશકારો લીધો છે.
ડભોઇ તાલુકાના અમરેશ્વરના તળાવમાં મગર હોવાની ફરિયાદ ગ્રામજનો ધ્વારા ઉઠી હતી. વન વિભાગ ધ્વારા પાંજરુ મુકી મહાકાય મગરને ઝડપી પાડયો છે. વન વિભાગના મતે મગર પાંચ ફુટનો છે. મગર પકડાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. તળાવ પર ઢોરઢાંખરને પાણી પીવડાવા જતા પશુપાલકોને મગરનો ડર સતાવી રહ્યો હતો.

Most Popular

To Top