Dabhoi

ડભોઇ ખાતે ચોર્યાશી મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા એકલિંગજી મહોત્સવ પાટોત્સવની ઉજવણી કરાઇ

*ડભોઇ ખાતે ચોર્યાશી મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા એકલિંગજી મહોત્સવ પાટોત્સવ ની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.


દેશભરમાં મેવાડ થી વિસ્તરેલા ચોર્યાશી મેવાડા બ્રાહ્મણોના ઈષ્ટદેવ એકલિંગજી ભગવાન ના પાટોત્સવ ની આજરોજ ડભોઇ ઉમા સોસાયટી ઉમેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે ફાગણ વદ-14 ના રોજ એકલિંગજી મહાદેવનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં મેવાડા બ્રાહ્મણો દ્વારા ઉમેશ્વર મંદિર ખાતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે .આ નિમિત્તે પ્રમુખ ભુપેન્દ્રભાઈ જોશી, મંત્રી મનોજભાઈ જોશી,તેમજ સહ મંત્રી નિલેશભાઈ જોશી,ચંપક ભાઈ જોશી તથા કારોબારી મંડળ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે એકલિંગજી દાદા ની પૂજા અર્ચના કરવામાં આવી હતી.સાથે મંદિર પરિસર માં શ્રધ્ધા અને ભક્તિસભર વાતાવરણ જોવા મળ્યું હતું.દર વર્ષે એકલિંગજી ની જયંતિ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવે છે.

Most Popular

To Top