ડભોઇ કોંગ્રેસ દ્વારા દારૂ જુગાર ના અડ્ડા પર કડક કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર અપાયું
ડભોઇ:;આજરોજ ડભોઇ તાલુકા તથા શહેર કોંગ્રેસ દ્વારા ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપીને ગુજરાતમાં તાત્કાલિક દારૂબંધીને કડક રીતે અમલમાં મુકવાની માંગ કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે ગુજરાત માં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકહથ્થું સાશન છે પણ ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું પાલન કરાવવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. બેફામ દારૂ, ડ્રગ્સની નશાખોરીને પગલે મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં મોટાપાયે વધારો થઈ રહ્યો છે.

ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બેફામ રીતે દારૂની વેચાણ અને સપ્લાય ચાલી રહ્યા હોવાના મુદ્દે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. બુટલેગરો દિનપ્રતિદિન બેફામ બનતા જઈ રહ્યા છે, જેના કારણે યુવાનો નશાની લતમા ફસાઈ બરબાદ થઈ રહ્યા છે અને અનેક પરિવારો પર સંકટ ઊભું થઈ રહ્યું છે. મહિલાઓને ઘરગથ્થુ ત્રાસ તેમજ સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.જો પરિસ્થિતી આવિ જ રીતે નિયંત્રણ વગર આગળ વધશે તો સમાજ પર તેની ભારે અસર થશે.

આ તમામ મુદ્દાઓ સાથે જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પઢીયાર ડભોઇ તાલુકા પ્રમુખ સુધીરભાઈ બારોટ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ સતીશ રાવલ સહિત મોટી સંખ્યા માં કૉંગ્રેસ કાર્યકરોએ દારૂબંધીનો કડક અમલ, બુટલેગરો સામે કાર્યવાહી અને દારૂના ધંધાને મૂળ થી ઉખેડવા જેવી મુખ્ય માંગણીઓ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને પોલીસ તંત્ર તાત્કાલિક અસર થી દારૂ તથા અન્ય ગેરકાયદેસર ધંધા નો અંત લાવે એવી માંગ કરી હતી.