ડભોઇ: ડભોઇમા મુસ્લિમ સમાજ ધ્વારા ઇસ્લામી 12 મા મહીના જીલહજની 10 તારીખે (ચાંદ)ને દિવસે મનાવાતો તહેવાર એ ઈદ-ઉલ-અજહા એટલેકે બકરી ઈદ ના તહેવાર તરીકે દેશ અને દુનિયામા ધાર્મિક પરંપરા મુજબ ઇસ્લામ ધર્મની સ્થાપના સાથેજ મનાવાય છે. ત્યારે આજરોજ બકરી ઇદના આ તહેવારમા દેશ દુનિયા સહીત ડભોઇના મુસ્લિમ બિરાદારોએ પણ ઇદગાહ મેદાન ખાતે ઇદની ખાસ નમાજ સવાર ના 7-30 કલાકે જામા મસ્જીદ ડભોઇના પેશ ઇમામ મૌલાના અનવરની ઇમામતમા પઢી એકબીજાને ઇદ ની મુબારક બાદી પાઠવી ગળે મળ્યા હતા શાંતિ અને ભાઇચારા સાથે હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી ઉજવણી કરી હતી.
ઈદનો અર્થ થાય ખુશી એટલે ઈદ એ અરબી શબ્દ છે. ખુશીનો તહેવાર કે દિવસ એટલે ઈદ. આમ મુસ્લિમ સમાજના ઇસ્લામી કેલેંડર મુજબ 12 મહીના મા જીલહજ એટલે કે હજનો મહીનો છે.જેમા મુસ્લિમ ધર્મના પવિત્ર સ્થળ મક્કા મદીના ખાતે હજની વિધિ પણ આજ ઇદ-ઉલ અજહા એટલે બકરી ઇદના દિવસે થતી હોય છે. જેમા જીલહજ માસના પહેલા ચાંદથી દશમા ચાંદ સુધી હજના મુખ્ય અરકાનની વિધિ ચાલતી હોય છે.આમ જીલહજ માસ એ હજયાત્રાએ જવાનો માસ છે. ઇદ-ઉલ-અજહા એટલે હજની ખુશી નો તહેવાર.જે આપણે ત્યા બકરી ઇદ તરીકે ઓળખાય છે.આજરોજ ડભોઇના મુસ્લિમ બિરાદરો ધ્વારા બકરી ઇદ ના પ્રસંગે વહેલી સવાર થીજ નવા કપડા પરીધાન કરી ઇદગાહ મેદાન ખાતે ઇદની નમાજ માટે જતા જોવા મળતા હતા.જયા ડભોઇ ના મુસ્લિમ સમાજના લોકો ઇદની ખાસ નમાજ અદા કરવા ભેગા થયા હતા.ત્યારે ડભોઇ જામા મસ્જીદના પેશ ઇમામ મૌલાના અનવર સાહબે ઇદની ખાસ નમાજ ઇસ્લામી ઉપદેશ, ત્યાગ અને બલીદાન અને કુર્બાનીના ખાસ વિષયની મુસ્લિમોને સમજ આપી ઇદની નમાજ પઢાવી હતી.આમ બકરી ઇદની ડભોઇ મા આન બાન શાન સાથે શાંતિપુર્ણ રીતે ઉજવણી કરવામા આવી હતી.