ડભોઇ: ડભોઇ વસઈવાલા જીન પાછળ સોણેશ્વર પાર્ક સોસાયટી ખાતે આવેલ ચિસ્તિયા મસ્જીદ મદ્રેસા ટ્રસ્ટ ધ્વારા મદ્રેસામા ઇસ્લામી તાલીમ લેતા ભુલકાઓની પરીક્ષા બાદ પ્રથમ ઇનામી જલશાનુ આયોજન કરાયુ હતુ.જેમા મુખ્ય મહેમાન તરીકે સૈયદ સાબરી મુસ્તુફા બાવા અને સૈયદ સાબરી મોઇન બાવાએ હાજરી આપી હતી. જ્યારે મદ્રેસાના ભુલકાઓ એ નાત મનકબત,તિલાવતે કુરાન, સવાલ જવાબ સહીત ઇસ્લામી જ્ઞાન પિરસ્યુ હતુ.જે બાદમા તમામ ભુલકાઓને બાબાફરીદ ગૃપ ધ્વારા સન્માનિત કરી ઇનામ વિતરણ કરાયા હતા.
ચિસ્તિયા મસ્જીદ મદ્રેસા ટ્રસ્ટ ધ્વારા મદ્રેસામા ઇસ્લામી તાલીમ કુરાન પઢતા અને સારા અખ્લાક (સંસ્કાર) સિખતા કુલ – 135 બાળકોની વાર્ષિક પરીક્ષા બાદ તેઓને પ્રોત્સાહનના ભાગરુપે ઇનામ આપવામા આવે છે.જે દ્રિતીય વાર્ષિક ઇનામી જલશાનુ આયોજન ચિસ્તિયા મસ્જીદ સોણેશ્વર પાર્ક સોસાયટી ખાતે જ કરવામા આવ્યુ હતુ.બાળકો ને બાબાફરીદ ગૃપ ધ્વારા દ્રિતીય જલશામા પણ ઇનામ આપવાની સખાવત સાથે પહેલ કરાઇ હતી. ચિસ્તિયા મસ્જીદ ના પેશ ઇમામ મૌલાના આરીફ રઝા અઝહરી સાહબ ધ્વારા વર્ષ દરમ્યાન તાલીમ પુરી પાડવામા આવી હતી.જલશા મા મહેમાન તરીકે સૈયદ સાબરી મુસ્તાકબાવા,સૈયદ સાબરી મોઇનબાવા,મોહસીન એ આઝમ મિશન ના પ્રમુખ મૌલાના ગુલામનબી અશરફી સાહબ, મુનીરભાઈ વોરા,સોણેશ્વર સોસાયટી ચિસ્તિયા મસ્જીદ ના ટ્રસ્ટીઓ,બાબા ફરીદ ગૃપ તેમજ સોસાયટીના લોકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.