Dabhoi

ડભોઇમાં વેપારીઓના ઘરે દિવાળી પર્વે ચોપડા પૂજન



શારદા પૂજન એટલે કે ચોપડા પૂજન શુભ સમયમાં કરવામાં આવતું હોય છે. ચોપડાની પૂજા એક કલાક ઉપરાંત ચાલતી હોય છે. આ દરમિયાન પૂજામાં બેસનાર વ્યક્તિએ પહેલા સ્નાન કરી નવા કપડાં ધારણ કરીને માથે ટોપી પહેરવામાં આવે છે . પૂજા શરૂ થતા પહેલા કંકુ વડે માથે તિલક કરવામાં આવે છે અને ઇષ્ટદેવ નું નામ લઇ પૂજાના આસન પર બેસવામાં આવે છે. પૂજા કરાવતા પહેલા અગરબત્તી પ્રગટાવવામાં આવતી હોય છે . શુભ અને સુંદર વાતાવરણમાં પુજા નો પ્રારંભ કરાય છે. ઘરના દરેક લોકો આમાં સામે બેસી ભાગ લઈ શકે છે. નાગરવેલના પાન, કંકુ ,સોપારી, જુના ચાંદીના સિક્કા, ચલની જુના સિક્કા, અબીલ, ગુલાલ, નાડાછડી વગેરે પૂજાપો પૂજામાં લેવામાં આવે છે. વેદિક મંત્રો ચારથી ધાર્મિક વાતાવરણમાં બ્રાહ્મણ દ્વારા પૂજા કરવામાં આવતી હોય છે.
ચોપડા પૂજન એક કલાક ઉપરાંત બ્રાહ્મણ દ્વારા કરાવવામાં આવતું હોય છે. શાંત વાતાવરણમાં ઘરમાં ચોપડા પૂજન શરૂ થતા આખું ઘર ધાર્મિક વાતાવરણમાં ફેરવાઈ જાય છે. શારદા પૂજન પૂરું થયા પછી ઘરના દરેક વડીલોને પૂજામાં બેસનાર વ્યક્તિ પગે લાગે છે. ત્યાર પછી બ્રાહ્મણને દક્ષિણા આપવામાં આવે છે. વડીલોને પગે લાગ્યા પછી ઘરની બહાર સુંદર આતશ બાજી ધુમ ધડાકા સાથે કરવામાં આવે છે. પૂજામાં મુકેલ ચોપડાઓને કલાકો સુધી ખુલ્લા રાખવામાં આવે છે. કલાકો પછી તેમાં મુકેલ પાન અને પૂજાપાને ભેગું કરવામાં આવે છે. અને પછી બીજા દિવસે નદી કે તળાવમાં આ પૂજાપા ને પધરાવવામાં આવે છે. આને બીજા શબ્દોમાં શારદા પૂજન પણ કહેવામાં આવે છે. કોમ્પ્યુટર યુગ હોવા છતાં પણ હજુ પણ ચોપડાઓનું પૂજન વેપારીઓ કરે છે. શુભ સમયમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરાઈ ચોપડા પૂજન કરવામાં આવતું હોય છે. ડભોઇ નગર અને તાલુકામાં વેપારીઓ, ધંધાર્થીઓ અને ફેક્ટરીઓ વાળાઓ દ્વારા ચોપડાઓનું પૂજન કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top