ડભોઇ: પવિત્ર ર મજાન માસ ની પુર્ણાહુતિ બાદ સવ્વાલ માસનો ચાંદ દેખાતા સમગ્ર મુસ્લીમ સમાજ ધ્વારા ભાઇચારાના માહોલમા ઈદની ઉજવણી કરાઇ હતી. ડભોઇમા પણ વહેલી સવારથી જ મુસ્લીમ સમાજના લોકો ધ્વારા ઈદના તહેવારને લઈ તૈયારીઓ શરુ કરી દેવાઇ હતી. ઈદગાહ મેદાન ખાતે સવારે 8-30 વાગે હજારો મુસ્લીમો lએ ઈદ ની ખાસ નમાજ અદા કરી હતી.જે બાદમા તમામ મુસ્લીમો એ એકબીજા ને ગળે મળી ઈદ ની મુબારક બાદી પાઠવી હતી.
પવિત્ર રમજાન માસ મા અલ્લાહ ની ઇબાદતમા રોજા રાખી ભુખ્યા તરસ્યા રહી ઝકાત, ખૈરાત સદકા,ફીત્રા ધ્વારા ગરીબ યતિમ, જરુરીયાતમંદોને દાન દક્ષિણા આપી પોતાની જાત ને પાપ મુક્ત કરવા આને પુણ્ય કમાવવા ઉનાળ ની માથાફાટ આકરી ગરમીમા ઉપવાસ (રોજા) રાખી અલ્લાહને રાજી કરવા મુસ્લીમ બિરાદરો ધ્વારા બંદગી કરવામા આવી. જે પવિત્ર રમજાન માસની પુર્ણાહુતિ ટાણે ચાંદ દેખાતા ઈદ ઉલ ફિત્ર (રમજાન ઈદ) ની ઉજવણી કરાઈ હતી.રમજાન ઈદને મિઠી ઈદ પણ કહેવામા આવે છે. ડભોઇ મા ઈદગાહ મેદાન ખાતે જામા મસ્જીદના પેશ ઈમામ મૌલાના અનવરે ઈદ ની ખાસ નમાજ અદા કરાવી દેશ અને દુનિયામા શાંતિ,ભાઇચારો,અમન,બની રહે, દેશવાસીઓ કુદરતી કુત્રિમ તકલીફોથી મહેફુજ રહે,વિશ્વમા ભારતની નામના બની રહે, મુસ્લીમ સમાજના યુવાનો તેમજ યુવતીઓ દરેક બદીથી દુર રહે, નેક બને અને ગરીબો, જરુરીયાતમંદો ન હામી બની રહે.તેમ વિશેષ દુઆ માંગી હતી. ઈદની નમાજ ડભોઇ ની જુદીજુદી મસ્જીદોમા પણ અદા કરાવામા આવી હતી.જેમા જામા મસ્જીદ કાજીવાડા મસ્જીદ, નાનીમસ્જીદ,મનસુરી મસ્જીદ, ગૈબનશહીદ મસ્જીદ,કાજી મસ્જીદ,મદીના મસ્જીદ, પાંજણીગરવાગા મસ્જીદ, તાઇવાગા મસ્જીદ,હૈદરી મસ્જીદ સહીત તમામ મસ્જીદો મા ઈદની નમાજ અદા કરવામા આવી હતી.આમ ડભોઇ મા રમજાન ઈદ ની શાનદાર ઉજવણી કરવામા આવી હતી.