ડભોઇ તાલુકાના નવી માંગરોલ ગામે રહેતા પાટણ વાડિયા સમાજના જ ઈસમો વચ્ચે મારામારી થઈ હતી. જેમા પોતાની માતાને ફોન કરતો હોવાની શંકા કરી રસ્તા માં નર્મદા કેનાલ પર આંતરીને બે ઈસમોએ ઝગડો કરી ટોમીના ફટકા મારતા ગંભીર ઇજાગ્રસ્તને વડોદરા ખાતે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમા દાખલ કરાયા છે. પોલીસે ફરીયાદ આધારે બનાવની તપાસ હાથ ધરી છે.
ડભોઇ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર ફરીયાદી અરવિંદભાઈ રાવજીભાઈ પાટણવાડિયા ઉં. વ.44 ની ફરીયાદમા જણાવ્યા મુજબ ગત રાત્રીના તેઓ ખેતરમાંથી શુંઢીયુ કાપવા માટે બાજુના સીતપુર ગામે મજૂરી કરવા ગયા હતા.ત્યાંથી પરત આવતા કરણેટ ચણવાડા નર્મદા માયનોર કેનાલ પરથી પસાર થતા હતા.ત્યારે અક્ષય હસમુખભાઇ પા.વા. અને આકાશ હસમુખભાઇ પા.વા.એ અરવિંદભાઈને આંતરી ઝઘડો કર્યો અને કહેલ કે કેમ મારી મા રેખાબેનને તું ફોન કરે છે તેમ કહી બંને ભાઈઓએ મારામારી કરી હતી.જેમાં આકાશ પા.વા.એ પોતાના હાથમાં રહેલ લોખંડની ટોમી થી હુમલો કરી અરવિંદ ભાઈ પા.વા.ને માથા માં અને પગે ગંભીર ઇજાઓ કરી હતી.જે બાદ માં લાતો અને મુક્કા થી મારમારી જતા રહેલ.જેથી અરવિંદભાઈ પુત્ર જતીન ન ફોન કરતા તે ભત્રીજા સાથે ઘટના સ્થળે આવી ગંભીર ઇજાગ્રસ્ત પિતા ને ડભોઇ હોસ્પિટલ લઈ ગયા હતા.જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરાયા છે.ડભોઇ પોલીસે ફરીયાદ આધારે ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.
