ડભોઇ: ડભોઇ તાલુકાના શિરોલા ગામ પાસે કેળા ભરેલા આઇસર ટેમ્પો અને સામેથી આવતી એલ.પી.ટ્રક વચ્ચે ઢળતી સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમા આઇસર ના ચાલકનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.જ્યારે અન્ય ત્રણ અકસ્માતમા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત એટલો ભયંકર હતો કે આઇસર ટેમ્પોનો કચ્ચરઘાણ નિકળી જવા સાથે ટેમ્પો પલટી મારી ગયો હતો.ઇજાગ્રસ્તો ને તાત્કાલીક હોસ્પિટલ મા સારવાર અર્થે ખસેડાયા હતા.
ડભોઇ તાલુકાના શિરોલા ગામ પાસે શિનોર તરફે થી કેળા ભરીને ડભોઇ તરફ આવતા આઇસર ટેમ્પો ને સામેથી આવતી એલ.પી.ટ્રક સાથે અકસ્માત થવા પામ્યો હતો.જેમા આઇસર ટેમ્પો નો આગળ નો ભાગ કચ્ચરઘાણ થઈ જવા પામ્યો હતો.જેમા ટેમ્પો ચાલક નુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.જ્યારે 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા પામ્યા હતા.
અકસ્માતને પગલે શિરોલા ગામના લોકો સહીત રસ્તે જતા વાહન ચાલકો અને રાહદારીઓ બચાવ કામગીરીમા જોતરાયા હતા.જે બાદમા 108 ઇમરજન્સી એમ્બ્યુઅલન્સને કોલ કરતા મારતે ઘોડે આવેલી એમ્બ્યુલન્સ મા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

થોડીવાર મા ડભોઇ પોલીસ પણ ઘટના ની જાણ થતા સ્થળ પર પહોંચી જરુરી કાર્યવાહી કરી ટ્રાફીક હળવો કરાયો હતો.જ્યારે મરણ જનાર આઇસર ના ચાલક અજયભાઇ ડાહ્યાભાઇ રાઠોડીયાની લાશ ને પી.એમ.અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ખ સેડાઇ હતી.પોલીસે અકસ્મા ના ઘટના સ્થળનુ પંચનામુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
