ડભોઇ: ડભોઇ બોડેલી માર્ગ પર
મોતીપુરા ગામ પાસે ની પૂઠાં બનાવતી ગાર્નેટ કંપનીમાં મળસ્કે આકસ્મિક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.જેથી સ્થાનિક લોકો સહિત ફાયરની ટીમો આગ બુઝાવવા કામે લાગી હતી.
ડભોઇ બોડેલી માર્ગ પર મોતીપુરા ગામ પાસેની પૂઠાં બનાવતી ગાર્નેટ કંપનીમાં મળસ્કે આકસ્મિક રીતે આગ લાગી હતી. પૂઠાં બનાવતી કંપની હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી કંપનીમાં આગ બુઝાવવાના સાધનો પણ ટાંચા પડ્યા હતા. તેવામાં ડભોઇ અને બોડેલીથી ફાયર ફાઇટરો આવ્યા બાદ વડોદરા ફાયર બ્રિગેડ પણ આવી પહોંચ્યું હતું. કલાકો ની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. જો કે આગના બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી.સદનસીબે કર્મચારીઓ સહિત તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.આકસ્મિક આગ માં લાખો રૂપિયાના પૂંઠાનો જથ્થો અને સામગ્રી બળી ગયા હતા.