Vadodara

ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જાહેર મંચ પરથી બાલુ ઢોલારને ટોણો માર્યો

  • નવી વહુ સાસરે જાય ત્યારે બહુ વખાણ થાય પરંતુ પરત આવે ત્યારે જોવાનો નજરીયો બદલાઈ જાય : શૈલેષ મહેતા
  • જ્યાં રહો ત્યાં વફાદારીથી રહેવું જોઈએ

લોકસભાની ચૂંટણીઓના પડઘમ શરૂ થઈ ગયા છે ત્યારે ચૂંટણી પ્રચાર પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતા એક જાહેર સભામાં ભાજપમાંથી કોંગ્રેસમાં અને પરત ભાજપમાં આવેલા બાલકૃષ્ણ ઢોલાર ને નિશાન ટાંક્યું હતું અને ટોણો માર્યો હતો. તેઓ જણાવ્યું હતું કે જ્યાં રહો તે વફાદારી સાથે રહેવું જોઈએ.રાજકારણમાં જોડતોડ અને પક્ષ પલટો એ નવી બાબત નથી ત્યારે 2022માં ભાજપમાં ડભોઇ વિધાનસભા બેઠકો પરથી પોતાના પુત્રની ટિકિટ ન મળતા બાલકૃષ્ણ ઢોલાર કોંગ્રેસમાં ગયા હતા. જોકે ત્યાર બાદ પુનઃ થોડા મહિનાઓ અગાઉ પુનઃ ભાજપામાં જોડાઈ ગયા હતા. હાલમાં ચુંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ડભોઇ ખાતે ધારાસભ્ય શૈલેશ મહેતાએ એક સભા યોજી હતી જેમાં તેઓએ બાલકૃષ્ણને ટોણો માર્યો હતો કે જ્યાં રહો ત્યાં વફાદાર રહેવું જોઈએ. તેઓએ ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે નવી વહુ સાસરે જાય ત્યારે તેને ખૂબ વખાણ થાય પરંતુ પરત આવે તો લોકો અલગ નજરથી જુએ છે. અને માન ઘટી જાય. ત્યારે જ્યાં રહો ત્યાં વફાદારી સાથે રહેવું જોઈએ. ધારાસભ્યની આ ટકોરથી ક્ષણિક હાસ્ય પણ ફેલાયું હતું.

Most Popular

To Top