Dabhoi

ડભોઇથી વડોદરાનો માર્ગ બંધ કરવો પડે તેવી સ્થિતિ, રસ્તા પર ઢાઢરના પાણી

ડભોઇ વડોદરા માર્ગ પર રાજલી ક્રોસિંગ પાસે ઢાઢર નદી ના પાણી ફરી વળ્યા

ગુજરાત મિત્ર ન્યુઝ
ડભોઇ તા – 05/09/2025

ડભોઇ વડોદરા માર્ગ પર રાજલી ક્રોસિંગ પાસે ઢાઢર નદી ના પાણી ફરી વળ્યા છે. વિતેલા ૨૪ કલાકમાં ડભોઇમાં વરસેલા ચાર ઇંચ વરસાદથી અને ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદને કારણે ઢાઢર નદીની જળ સપાટી સતત વધતી રહી છે. ત્યારે ડભોઇ વડોદરા માર્ગ પર રાજલી ક્રોસિંગ પાસ ઢાઢર નદી ના પાણી ફરી વળ્યા છે.ત્યારે વાહન વ્યવહાર માટે માર્ગ બંધ કરવાની તંત્ર ધ્વારા ચેતવણી અપાઈ છે. જો પાણીનું સ્તર વધશે તો માર્ગ બંધ કરાશે.
ઢાઢર અને દેવ નદીના જળ સ્તરમાં સતત વધારો થતા ધનયાવી,રાઘુપુરાથી કાયાવરોહણ માર્ગ પર પણ ઢાઢર નદી ના પાણી ફરી વળ્યા છે.જેથી વાહન ચાલકો ને ભારે મુશ્કેલીઓ નો સામનો કરવાનો વારો આવ્યો છે.ખેતરો કોતરો જળબંબાકાર બની જવા પામ્યા છે.સાવચેતી ના ભાગરૂપે રસ્તા પર પોલીસ બંદોબસ્ત અને બેરીકેડ મૂકી દેવાયા છે.ત્યારે રાત્રીના જળ સ્તર વધશે તો ડભોઇ વડોદરા માર્ગ બંધ કરવાની ચેતવણી પણ આપી દેવાઈ છે.

તસવીર: સઈદ મનસુરી, ડભોઇ

Most Popular

To Top