Sports

ટોક્યો ઓલિમ્પિક્સ સ્થગિત થવાના કારણે ઘણાં રમત ફેડરેશનોની આર્થિક સ્થિતિ બગડી

કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની આર્થિક સ્થિતિ પર વિપરિત અસર પડી છે. ઘણાં એવા રમત એસોસિએશન કે ફેડરેશન છે કે જેમની કમાણી દર ચાર વર્ષે યોજાતા ઓલિમ્પિક્સ બાદ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટી (આઇઓસી) દ્વારા મળતી રકમ પર નિર્ભર હોય છે.
એક આગળ પડતાં ઇન્ટરનેશનલ ફેડરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સ્થિતિ તંગ અને નિરાશાજનક છે. મુલ્યાંકન કરાશે પણ ઘણાંની નોકરી જોખમમાં છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં 28 ઇન્ટરનેશનલ રમત ફેડરેશને હાજર થવાનું હોય છે અને આઇઓસી પાસેથી તેમને પુરતી રકમ મળે છે. જો કે ગેમ્સ 2021 સુધી સ્થગિત થવાને કારણે હવે આ રકમ મળવાની નથી.
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ ઉનાળુ રમતો એસોસિએશન અને ફેડરેશનના મહામંત્રી એન્ડ્રુ રેયાને કહ્યું હતું કે અમારા ઘણાં ઇન્ટરનેશનલ ફેડરેશન છે, જેમની પાસે પુરતી રકમ જમા છે પણ અન્ય ફેડરેશન અલગ પ્રકારના પ્રોફેશનલ માળખા પર ચાલે છે. તેમની આવકનો સ્ત્રોત મુખ્ય રમત સ્પર્ધાઓ છે, જે સસ્પેન્ડ છે. જો તેમની પાસે પૂરતી રકમ જમા નહીં હોય તો તેમણે સમસ્યાનો સામનો કરવો પડડી શકે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top