*પંચ મહાભૂતમા વિલીન થતાં અગાઉ પંચ અંગદાન કરતા આધુનિક દધિચિ*
(પ્રતિનિધિ) વડોદરા તા. 21
ઝઘડિયા તાલુકાના હીચવાડા ગામના મહિલા દર્દી પ્રસન્નાબા રણજીતસિંહ ધરીયા બ્રેનડેડ થતાં તેઓના પરિજનો દ્વારા કિડની, લિવર, આંખોના અંગદાન કરી છ લોકોના જીવનમાં પ્રકાશ પુરું પાડ્યું છે.
શાસ્ત્રોમાં જણાવાયું છે કે, જ્યારે સમાજ પર આપત્તિ આવી ત્યારે દધિચિ રૂષિ એ શસ્ત્રો બનાવવા માટે પોતાના પ્રાણની પણ આહુતી આપી હતી. આધુનિક યુગમાં આ કાર્ય તો સંભવ નથી પરંતુ અટલાદરા સ્થિત બી એ પી એસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે તબિબો તથા કર્મચારીગણની સમજાવટથી ઝઘડીયા તાલુકાના હીચવાડા ગામના દર્દી પ્રસન્નાબાનું બ્રેઈન ડેડ થતાં તેઓના પતિ તથા પુત્રો દ્વારા અંગદાન થકી અન્ય જરૂરિયાત મંદ વ્યક્તિઓના જીવનમાં પૂનઃ પ્રાણ ધબકતો કરી પોતાના અંગત આત્મીયને જીવિત અનુભવી શકે તે અર્થે અંગદાન કરવા સહમત થયા હતા.
એકસઠ વર્ષિય પ્રસન્ના બા ની બે આંખ, બે કીડની તથા લીવર મળી પાંચ અંગ નું દાન કરતા પાંચ વ્યક્તિઓ નવી જીંદગી જીવી શકશે. જેનો શ્રેય તેમના પરિવાર સહ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના તબીબો સહ કર્મચારી ગણને જાય છે.
ઝઘડિયા તાલુકાના હીચવાડા ગામના દર્દી પ્રશ્સનબા રણજીતસિંહ ઘરીયા અને તેમના દીકરા, દિલીપસિંહ, નોબલ કાર્ય કરીને એક મર્મસ્પર્શી ઉદાહરણ પુરુ પાડ્યું છે.પ્રશ્સનબાના બ્રેન ડેડ થયા બાદ તેમના દીકરા દ્વારા કિડની,લિવર અને આંખોનું અંગદાન કરવાનો મહત્વપૂર્ણ નિણર્ય લેવામાં આવ્યો. જે 6 જેટલા લોકોને નવી જિંદગી બક્ષવા માટે પ્રેરક બન્યા છે . આ માનવતાવાદી કાર્ય દ્વારા તેઓએ સમાજમાં અંગદાનની મહત્તા અને આંકડાની જાગૃતિ પેદા કરી છે.નોબલ કાર્ય એ માત્ર જીવન બચાવવાનો ઉપાય નથી, પરંતુ તે માનવતાના ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ છે. આ મામલે મૃતકના પુત્ર દિલીપસિંહ ઘરીયાએ જણાવ્યું કે, “મારા માતાના બ્રેન ડેડ (અવસાન) પછી, અમને લાગ્યું કે કિડની,લિવર અને આંખોનો દાન કરીને અન્ય લોકોને જીવન આપી શકાય.આ નિર્ણય લેવામાં અમને માનવસેવાની પ્રેરણા મળી.
આ મહાન કાર્ય દ્વારા નવજીવન મેળવનાર લોકોને જે આશા અને ખુશી મળી છે, તે પ્રચંડ ઉદાહરણ છે કે કેવી રીતે અંગદાન દ્વારા આપણે અનેક લોકોના જીવનમાં આદર્શ પરિવર્તન લાવી શકીએ છીએ.અંગદાન આજે વહેલી સવારે બીએપીએસ હોસ્પિટલ ખાતે કરવામાં આવી અમદાવાદ થી ટીમ આવી હતી અને સહ પરિવારની ઉપસ્થિતિમાં અંગોનું દાન કરવામાં આવ્યું હતું અને અંગોને અમદાવાદ ખાતે ગ્રીનકોરીડોરમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી દિવંગત પ્રસન્નાબા ના અંગદાન કરેલા અવયવોને જ્યારે હોસ્પિટલમાંથી બહાર કાઢી એમ્બ્યુલન્સમા લઇ જતાં સમયે બીએપીએસ હોસ્પિટલના તબીબો તથા સ્ટાફ સૌએ એકત્રિત થઇ પુષ્પોથી વધાવ્યા હતાં. .
અત્રે ઉલ્લેખનીય છે કે, હવે બ્રેનડેડ વ્યક્તિ દ્વારા અંગદાન થકી અન્ય જરુરિયાતમંદ દર્દીઓના જીવનમાં એક નવો પ્રકાશ પાથરવામાં આવી રહ્યો છે. લોકોમાં અંગદાન અંગેની જાગૃતિ થી અનેક દર્દીઓને નવજીવન મળી રહ્યું છે.