Vadodara

જૂન મહિનામાં લેવાયેલી એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પરીક્ષાના પરિણામો જાહેર

શહેરની ક્ષમા શાહ ઓલ ઈન્ડિયામાં 15મી રેન્ક મેળવી ટોપર બની

હાર્ડવર્ક કરતા રહો તમારી માટે સક્સેસ તમારી પાછળ આવશે : ક્ષમા શાહ

( પ્રતિનિધિ )વડોદરા,તા.25

ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા એ જૂન 2025માં લેવાયેલી CS એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. સાથે જ ટોપર્સની યાદી પણ બહાર પાડવામાં આવી હતી. જેમાં શહેરની અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ક્ષમા શાહ ઓલ ઇન્ડિયામાં 15 મો રેન્ક મેળવી વડોદરા ટોપર બની હતી.

જૂન મહિનામાં લેવાયેલી ધ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા દ્વારા સીએસ પ્રોફેશનલ અને સી.એસ. એક્સિક્યુટિવની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ઓલ ઈન્ડિયા લેવલ ઉપર 15માં ક્રમાંકે વડોદરાની ક્ષમા શાહે મેદાન મારતા પરિવારજનો અને તેના શિક્ષક ગણ સહિત મિત્ર વર્તુળમાં આનંદનું મોજું ફરવું વળ્યું હતું. જૂન મહિનામાં લેવાયેલી સી.એસ.પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી 500 થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે સમગ્ર દેશભરમાંથી 70 હજારથી વધુ વિદ્યાર્થીઓએ કોર્પોરેટ જગતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના કોર્સ બાદ મહત્વનો કોર્સ મનાતી એવી કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના સીએસ પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવની પરીક્ષા આપી હતી. જેમાં વડોદરાની ક્ષમા શાહ ટોપર તરીકે પ્રસ્થાપિત થતા પરિવારજનોમાં પણ આનંદનું મોજુ ફરી વળ્યું હતું. વિદ્યાર્થીની ક્ષમા શાહે જણાવ્યું હતું કે, આજે મારો ઓલ ઇન્ડિયા રેન્ક 15 મો આવ્યો છે. જેનાથી હું ખૂબ જ ખુશ છું. નાનપણથી લઈને આજ સુધી મને મારા માતા-પિતાએ મારા વડીલોએ ખૂબ જ મને સપોર્ટ કર્યો છે. એના માટે હું આભારી છું અને આ જ રીતે એમના આશીર્વાદ મારી પર હોય હું આગળ વધતી રહીશ અને આવતા ફ્યુચર કંપની સેક્રેટરી માટે હું એટલું જ કહેવા માગું છું કે હાર્ડવર્ક કરતા રહો તમારી માટે સક્સેસ તમારી પાછળ આવશે. હાર્ડવર્ક કન્સ્ટિટનસી અને ડિસિપ્લિન બહુ જ જરૂરી છે. બાકી બધું થઈ જશે. જ્યાં સુધી તમે પોતે કમીટેડ નહીં થાવ ત્યાં સુધી કશું નહીં થઈ શકે. તમે પોતાની રીતે જ તમારું મન મનાવો. એટલે બધું થઈ જશે દિવસમાં હું 8 થી 10 કલાક અને પરીક્ષા સમયે વધુ અભ્યાસ કરતી હતી. એક્ઝામના બે મહિના પહેલા 12 થી 15 કલાક ભણવુંજ પડે. CS જૂન 2025 સત્રની પરીક્ષાઓ 1 જૂનથી 10 જૂન દરમિયાન યોજાઈ હતી. આ પરીક્ષાઓ એક જ શિફ્ટમાં સવારે 9:00 થી બપોરે 12:15 સુધી ભારત અને વિદેશોમાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ હતી. આ પરીક્ષાઓમાં હજારો ઉમેદવારોએ ભાગ લીધો હતો. આજે તેમના રિઝલ્ટ આઈસીએસઆઈની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top