- તમામ પક્ષના હોદ્દેદારો સાથે બેઠક યોજી બુથને લઈને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા
- બુથ ની શાળાઓ જર્જરીત હોવાના લીધે જુના બુથો ક્યાં આપવા તે માટે વિચાર વિમર્શ
આગામી લોકસભાની ચૂંટણીને લઈને આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલ ધારાસભા હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી એ બી ગોરની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી બેઠક મળી હતી.તમામ પક્ષના આગેવનાઓ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ બેઠક યોજવામાં આવી હતી. અને વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આગામી 2024 સામાન્ય લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામા આવી રહી છે ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે જેના પગલે જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ રાજકીય પક્ષ સાથે બેઠક બોલાવી હતી. જેમાં તમામ બુથ ને લઈ પડતી મુશ્કેલીઓ અને બુથ ની સમસ્યા અંગે તમામ પક્ષોના હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવી હતી. વડોદરા શહેર અને જિલ્લાના પક્ષના હોદ્દેદારો મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે આગામી લોકસભાનું ઇલેક્શન માટે લોકોને અડચણ ના થાય અને જુના બુથની શાળાઓ જર્જરીત હોવાના લીધે જુના બુથો ક્યાં આપવા તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાજકીય પક્ષો સાથે અને સંલગ્ન અધિકારીઓની ઉપસ્થિતિમાં બુથને ફાયનલ કરવા માટે સૂચન માગવામાં આવ્યા હતા અને બુથ ની યોગ્ય તપાસ કરી ને આગામી સમય ફાઇનલ કરીને મોકલવામાં આવશે.