દુનિયામાં સ્વર્ગ-નર્કના ખ્યાલો સાથે ચર્ચા- વાદ-વિવાદ થતાં રહે છે. આધ્યાત્મિક માર્ગે તેને કારણે જ વિવિધ ધર્મો ઉદભવ્યા. જનકલ્યાણની ભાવના પાંગરી. સદીઓ પૂર્વે રાજકુમાર સિદ્ધાર્થ રાજમહેલ, વૈભવવિલાસ, દાંપત્યજીવનનો ત્યાગ કરી અષ્ટમાર્ગી જીવનસાફલ્ય પ્રબોધી શક્યા. ચિંતન, તપશ્ચર્યા અને આકરા કષ્ટો વેઠી આદર્શ બૌદ્ધધર્મના સ્થાપક ગૌતમબુદ્ધ તરીકે તેઓ પ્રગટ્યા. આજે તેમનું પુણ્યસ્મરણ એ કારણે થયું કે સદીઓ પછી બીજા ગૌતમ સાથે અનાયાસે તુલના થઈ ગઈ. એક ગૌતમ જનકલ્યાણ સાથે ત્યાગ મૂર્તિ બની ગયા તો કળિયુગના આજના બીજા ગૌતમ સ્વકલ્યાણને પસંદ કરી વગોવાયા. અબજોરૂપિયાની સંપત્તિ સાથે રજવાી વૈભવ વિલાસની જમાવટ કરી કરોડો લોકોને રડાવ્યા. જનકલ્યાણ અને સ્વકલ્યાણનો આ જાહહેર વિરોધાભાસ સુજ્ઞજનોને વિચારમગ્ન બનાવી શકે છે. જોકે ગૌતમબુદ્ધની ચરણ રજ બરાબર પણ નિર્દેશેલા ગૌતમની પાત્રતા નથી જ. એક રીત કહીએ તો તેણે નામ બદનામ કર્યું છે. મહાન દેશ ભારતમાં વ્યાપેલા ભ્રષ્ટાચારનું આવું પરિણામ જોવાય છે કે જેમાં કુપાત્રો ગંદા રાજકારણનો મેળ સાધી આવા ખેલ કરી શકે છે. નેકી અને બદીનો સંઘર્ષ ચાલતો જ રહે છે. બદીથી તો બચવું જ રહ્યું.
સુરત – યુસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
‘આપ’ હવે ડેમેજ કન્ટ્રોલની ભૂમિકામાં
હાલમાં જ સુરતના આમઆદમી પક્ષમાં 10 જેટલા કોર્પોરેટરોએ પક્ષને અલવિદા કરી ભાજપનો ખેસ ધારણ કરતા જ પક્ષના પ્રદેશ પ્રમુખની ચિંતા વધી જવી એ સ્વાભાવિક ઘટનાએ બે વર્ષ પહેલા સુરત શહેરની કોર્પોરેટરનો ચંટણીમાં આમ આદમી પક્ષએ 27 સીટ પર તેમની મજબૂત જીત મેળવી ગુજરાતમાં તેમના પ્રભાવની નોંધ કરાવી હતી. પરંતુ હવે પરિસ્થિતિના પરિવર્તન અનુસાર હવે બાકી રહેલા 17 કોર્પોરેટરોને કઈ રીતે બચાવી શકાય તેની રણનીતી બનાવવાની તૈયારી કરી રહ્યા છે. બાકી રહેલા કોર્પોરેટર સાથે સામુહિક મીટીંગનું આયોજન કરી આશ્વાસન અપાયું છે કે તમે ગભરાશો નહી અને 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીમાં જોડાઈ જાવ! દિલ્હીમાં જે પક્ષના અધ્યક્ષ અમે આના વરિષ્ઠ નેતાઓ પર કાયદાકીય કાર્યવાહી ચાલતી હોય ત્યારે સ્વભાવિક છે કે અન્ય પ્રદેશમાં પક્ષના પ્રમુખો આક્રમણ અભિગમ બદીને ડીફેન્સની ભૂમિકામાં આવી જાય! હવે પક્ષનો પ્રાથમિક અને મહત્તાનો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં આમઆદમી પક્ષનું અસ્તીત્વ કેવી રીતે બચાવી શકાય?
સુરત- રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.