Vadodara

જાણો વડોદરા શહેરમાં પાંચ વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન ?

  • સાંજે 5 વાગ્યા સુધીમાં 57.11 ટકા મતદાન
  • વડોદરાના મતદારોએ લોકશાહીના પર્વમાં અનેરો ઉત્સાહ બતાવ્યો હતો. સાંજે 5 વાગ્યા સુધીમાં વડોદરા બેઠક ઉપર 57.11 ટકા મતદાન નોંધાયું હતું.
  • વડોદરાના મતદારોએ અસહ્ય ગરમીમાં પણ મતદાન માટે અનેરો ઉત્સાહ બતાવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રની મહેનત રંગ લાવી હતી અને મતદાઓનો ઉત્સાહ ખુબ વધુ જોવા મળ્યો હતો. સવારે મતદાન પ્રક્રિયા શરુ થઇ ત્યારથી જ મતદારોએ મતદાન મથકો ઉપર લાંબી કતારો લગાવી હતી. અને પ્રથમ બે કલાકમાં 11 ટકા જેટલું મતદાન નોંધાયું હતું બપોરે 12 કલાક બાદ ગરમીમાં વધારો થતા મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી. જો કે બપોર બાદ મતદાનમાં પુનઃ વધારો જોવા મળ્યો હતો. અને અંતિમ એક કલાક બાકી હતો ત્યારે સાંજે 5 કલાક સુધીમાં 57.11 ટકા મતદાન નોંધાયું હતું. હવે અંતિમ એક કલાકમાં મતદારો ઠંડા પહોરમાં વધુમાં વધુ મતદાન કરશે તેવો અંદાજ છે. અને વડોદરાના ઇતિહાસમાં કદાચ આ વખતે સૌથી ઊંચું મતદાન નોંધાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

Most Popular

To Top