પ્રતિનિધિ જાંબુઘોડા
જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામનો યુવાન નદીમાં તણાઈ ગયો હતો. જેનો બીજા દિવસે પણ કોઈ પત્તો ન લગતા પરિવાર તેમજ ગામમાં શોકનો માહોલ છવાયો હતો. યુવાનને શોધવા NDRF પણ કામે લાગી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામના અંદાજિત 30 વર્ષીય યુવાન ધર્મેન્દ્રભાઈ ઈશ્વરભાઈ બારીયા ગઈ કાલે સુખી નદીમાં ગુમ થયાના આજે બીજા દિવસે પણ ન મળતા પરિવાર અને સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

ધર્મેન્દ્રભાઈ ગઈ કાલે બપોરના અઢી વાગ્યાની આસપાસ તેમના ભાઈ સાથે નદી કિનારે ઉભા હતા. ત્યારે અચાનક ભારે વરસાદ ના કારણે નદીમાં વધી ગયેલા પાણીમાં મસ્તી મસ્તી માં કૂદી જતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.

જ્યારે આ દુઃખદ ઘટનાની જાણ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક કુમાર દેસાઈને થતાં તેમણે તાત્કાલિક એન.ડી.આર.એફ. ની ટીમને ઘટના સ્થળે બોલાવી કામગીરી શરૂ કરાવી હતી. હાલોલ ની ફાયર બ્રિગેડની ટીમ અનુભવી તરવૈયાઓ સાથે અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા યુવક ને શોધવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ ટીમે નદીના પટ અને કિનારાના વિસ્તારોમાં સઘન શોધ ખોળ કરી હતી પરંતુ તેમ છતાં ધર્મેન્દ્રભાઈ નો કોઈ પત્તો લાગ્યો ન હતો અને એન.ડી.આર.એફ. ની ટીમે ઘટના સ્થળ થી 5 કિલો મીટર દૂર સુધી નદીના પટ અને કિનારે શોધખોળ કરી હતી. જોકે આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી હજુ નદી માં તણાય ગયેલા યુવાનનો હજી સુધી તેમની કોઈ પત્તો લાગ્યો નથી.

આ કઠિન સમયમાં સ્થાનિક રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને પરિવારને સાંત્વના આપી રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારી ધવલભાઈ લીમ્બાચીયા, તાલુકા ભાજપ પ્રમુખ રણજીતભાઈ બારીયા, તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ બારીયા, જોટવડ ગામના સરપંચ, અને ભાજપ ના કાર્યકરો એ પરિસ્થિતિની સમીક્ષા કરી અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ દુર્ઘટનાએ સમગ્ર પંથક માં દુઃખ અને શોકની લાગણી ફેલાવી છે. ત્યારે હવે દરેકને એકજ આશ છે કે ધર્મેન્દ્રનો કોઈ પત્તો લાગે તો સારું.
