હાલોલ વડોદરા રોડ પરની ઘટના

વાઘોડિયા:
વડોદરાના અનગઢના યુવરાજસિંહ તથા કુટુંબી ભાઈ ઈન્દ્રજીતસિંહ ભૂપેન્દ્રસિંહ ગોહિલ તથા કાકા સંજયસિંહ પુજાભાઈ ગોહીલ છોટાઉદેપુરના તેજગઢ ગામેથી ટ્રોલી વગરનુ ખાલી ટ્રેક્ટર લઈને અનગઢ ગામે વહેલી સવારે આવતા હતા. તે સમયે પાંચદેવલા, એકસીસ કંપનીની સામે, હાલોલ-વડોદરા રોડ ઉપર એક ઈક્કો ગાડીને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટ્રેક્ટરની પાછળ ધડાકા સાથે અથાડી એક્સીડેન્ટ કરતા યુવરાજસિંહને સામાન્ય ઈજાઓ તથા કુટુંમ્બી કાકા સંજયસિંહ પુજાભાઈ ગોહીલને મોઢાના ભાગે તથા શરીરે ઓછી વધતી ગંભીર ઈજાઓ થઇ હતી તથા કુટુંબી ભાઈ ઈન્દ્રજીતસિંહ ભુપેન્દ્રસિંહ ગોહિલ, ઉ.વ.૧૭,શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ પહોંચતા બંને જણને 108 એમ્યુલન્સ મારફતે જરોદ રેફરલ હોસ્પિટલ લઈ જતા ઇન્દ્રજીતસિંહનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું જરોદ પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે