શહેરમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્ય રીતે આયોજિત કરવામાં આવી રહી છે. રથયાત્રાના માર્ગ પર શ્રદ્ધાળુઓને અવરજવર સુગમ રહે અને કોઈ અવરોધ સર્જાય નહીં એ હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે.


જગન્નાથજીની રથયાત્રા ઇસ્કોન મંદિરથી રેલવે સ્ટેશન તરફ બપોરના સુમારે પ્રસ્થાન લેશે. તે પૂર્વે, રથયાત્રાના સમગ્ર માર્ગ ઉપર થયેલા હંગામી દબાણો સામે પાલિકાની દબાણ નિરાકરણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી અંતર્ગત ચા-નાસ્તાની લારીઓ, ફળફળાદીના શેડ અને અન્ય ખાણીપીણીના ઢાબા સહિતના અસ્થાયી દબાણો હટાવવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા રથયાત્રા માર્ગને દબાણમુકત અને સુરક્ષિત બનાવવાની દ્રષ્ટિએ આ પગલાં લેવામાં આવ્યા છે. શહેરીજનો અને વેપારીઓને પણ રથયાત્રાના દિવસે માર્ગ ખાલી રાખવા, અને પાલિકા તથા પોલીસ તંત્રને સહકાર આપવા અનુરોધ કરાયો છે જેથી ધાર્મિક કાર્યક્રમ શાંતિપૂર્વક અને ભક્તિભાવથી પૂરો થાય.
