Vadodara

જંબુસરના કાવી રોડ પર આવી ચડ્યો 12 ફૂટનો મહાકાય મગર, લોકોમાં ફફડાટ


વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલીએન્ટરોને મગર રેસ્ક્યુ કરવા 1 કલાક જહેમત કરવી પડી :

ચોમાસું નથી છતાં મગર પકડાવવાનો સિલસિલો યથાવત :

( પ્રતિનિધિ ) વડોદરા,તા.17

વડોદરા શહેરમાં ગત વર્ષે વચ્ચે ઠેક ઠેકાણે રહેણાંક વિસ્તારોમાં મગર આવી જતા હોવાના અનેક બનાવો સામે આવ્યા હતા. જોકે હાલ ચોમાસુ નથી. ત્યારે, આ સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. જંબુસર તાલુકાના કાવી રોડ ઉપર એક મહાકાય મગર આવી ચડ્યો હતો. જેના કારણે પસાર થઈ રહેલા વાહન ચાલકો પણ અટકી પડ્યા હતા. બનાવની જાણ થતા જ વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કલાકોની ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો છે.


વડોદરા શહેર અને જિલ્લામાં ઘણી વખત મગર રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના બનાવો બન્યા છે. ચોમાસા દરમિયાન મગરો નીકળવા એ આમ વાત છે. પરંતુ હાલ ચોમાસું નથી, તેમ છતાં પણ માત્ર વડોદરા જ નહીં પણ વડોદરા નજીક આવેલા અન્ય જિલ્લામાં પણ હવે મગર રોડ ઉપર આવી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર જંબુસર તાલુકાના આરએફઓ વિક્રમસિંહનો કોલ આવ્યો હતો કે, જંબુસરના કાવી રોડ પાસે એક મગર આવી ગયો છે. કોલ વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટના કાર્યકર જયેશ અને અનિલને આપવામાં આવ્યો હતો.

તે જંબુસરના આરએફઓ વિક્રમસિંહને સાથે લઈ સ્થળ પર પહોંચી ગયા હતા અને જોયું તો 10થી 12 ફુટનો એક મગર જોવા મળી આવ્યો હતો. જેને એક કલાકની મહેનત બાદ સહિસલામત રેસ્કયુ કરી જંબુસરના ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટમાં સુપ્રત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ચોમાસા ઋતુ દરમિયાન મગર પકડવાના બનાવ બનતા હોય છે. હાલ ચોમાસું નથી. તેમ છતાં મગર પકડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top