Business

છોટા ઉદેપુર : નેશનલ હાઇવે નં 56 ઉપરના તૂટેલા બ્રિજને નવો બનાવવાની માગ માટે નેતાઓ દિલ્હી ઉપડ્યા



ગુજરાત અને મધ્ય પ્રદેશ રાજ્ય ને જોડતો ભારજ નદી પરનો બ્રિજ તૂટી જતાં પ્રજા લક્ષી સુવિધા વહેલી તકે પ્રાપ્ત થાય તે માટે છોટા ઉદેપુર પંથકના રાજકીય અગ્રણી નીતિન ગડકરી તથા વડા પ્રધાન ને રજૂઆત કરવા દિલ્હી રવાના થયા છે.

લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા, પૂર્વ રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવા અને છોટા ઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સંખેડા તા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી આજરોજ દિલ્હી ખાતે રવાના થયા છે.

છોટાઉદેપુર અને મધ્ય પ્રદેશ રાજ્ય ને જોડતો નેશનલ હાઇવે નં 56 ઉપર છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે ભારજ નદી ઉપર બનાવવામાં આવેલો આશરે 80 વર્ષ જૂનો બ્રિજ ભારે વરસાદના કારણે તૂટી ગયો હતો. જેના કારણે બંને રાજ્યનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. હાલ માં પ્રજાને અવર જવર કરવામાં 40 કિલોમીટરનો ફેરો ફરવો પડે છે. તેમાં સમય અને નાણાંનો વ્યય થાય છે. સાથે સાથે ઇમરજન્સી આરોગ્યલક્ષી સેવાઓ પણ નિયમિત વડોદરા પહોંચી શકતી નથી અને બંને રાજ્યો ને આર્થિક નુકશાન નો અસહ્ય સામનો કરવો પડે છે. જે સમસ્યા દિવસે ને દિવસે વિકટ બનતી જાય છે. આ તૂટેલો બ્રિજ વહેલીતકે નવો બનાવવા માં આવે તેવી પ્રજાની પ્રબળ માંગ ઉઠી છે. જે પ્રજાની રજૂઆતોને ધ્યાનમાં લઈ આજરોજ છોટા ઉદેપુર લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા ના અધ્યક્ષતા માં પૂર્વ રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સંખેડા ધારાસભ્ય અભેસિંહ રાઠવા તથા અન્ય પ્રતિનિધિઓ આજરોજ દિલ્હી ખાતે માર્ગ વાહન વ્યવહાર મંત્રી નીતિનભાઈ ગડકરી અને વડાપ્રધાન ને રજૂઆત કરવા રવાના થયા હતા.

ટ્રાન્સપોર્ટ વ્યવસાયને વિપરીત અસર

સાંસદ જશુભાઇ રાઠવા અને પૂર્વ રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવા એ જણાવ્યું હતું કે છોટા ઉદેપુર પાવી જેતપુર ના ભારજ નદી ઉપર નો પુલ તૂટી જતાં ગુજરાત અને મધ્ય પ્રદેશ રાજ્ય ની પ્રજાને અવર જવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે. સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન નાં ધંધા ઉપર પણ ઉંડી અસર જોવા મળી રહી છે. જે કારણે વેપારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે બાબતે આજરોજ અમારું પ્રતિનિધિ મંડળ દિલ્હી ખાતે માર્ગ વાહન વ્યવહાર મંત્રી નીતિનભાઈ ગડકરી ને અને ભારત સરકારના મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલ ને નવો બ્રિજ બનાવવા અંગે રજૂઆત કરીશું અને શક્ય હશે તો વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરીશું.

ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેનો વ્યાપાર પડી ભાંગ્યો
છોટા ઉદેપુર જિલ્લા સહિત મધ્ય પ્રદેશ રાજ્ય નો વેપાર ધંધો પણ તૂટેલા બ્રિજને કારણે મંદ પડી ગયો છે. મુખ્ય માર્ગ પર ની અવર જવર સંદતર બંધ થઈ જતા આર્થિક ફટકો પડી રહ્યો છે. જ્યારે વહેપારીઓ ની માંગ ઉઠી છે કે સરકાર વહેલી તકે ભારજ નદી ઉપર ના તૂટેલા બ્રિજ નવો બનાવવા માટે પ્લાન એસ્ટીમેટ તૈયાર કરે અને તેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને વર્ક ઓર્ડર આપી તાત્કાલિક કામ શરૂ કરવામાં આવે તેવી બંને રાજ્યના વહેપારીઓ ની માંગ ઉઠી છે.

Most Popular

To Top