Chhotaudepur

છોટાઉદેપુર નગરના વિકાસ માટે મુખ્યમંત્રી સાથે બેઠક



છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા અને ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ સોટ્ટાના સફળ પ્રયાસોથી, છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ તથા ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન વંદનભાઈ પંડ્યા તથા અન્ય સાથી સભ્યો દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરાઇ હતી.

આ બેઠક દરમિયાન છોટાઉદેપુર શહેર માટે છોટાઉદેપુર નગર ની દ્વિતીય પુનરાવર્તીત વિકાસ યોજનાઓ અંગે મહત્ત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ – 1976ની કલમ-16(1) હેઠળ છોટાઉદેપુર શહેર માટે નવી વિકાસ યોજનાઓ અંગે છોટાઉદેપુર નગર પાલિકા દ્વારા અગાઉ મૂકવામાં આવેલા પ્રસ્તાવને વહેલી તકે મંજુરી મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.

આ બેઠકમાં શહેરી વિકાસને વેગ આપવા, નાગરિક સુવિધાઓમાં સુધારો લાવવા, અને શહેરી આયોજન અંતર્ગત નવી તકો ઉભી કરવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ શહેરના વિકાસ માટે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને તાત્કાલિક પગલાં ભરવાના નિર્દેશ આપ્યા હતા.

છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સરકાર દ્વારા બહાર પાડેલી વિવિધ યોજનાના અમલ માટે જરૂરી તજવીજ હાથ ધરવામાં આવશે. જેથી નાગરિકોને વધુ ભૌતિક અને સમાજિક આંતરમાળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય.

આ બેઠકમાં અન્ય મહાનુભાવો અને સભ્યો દ્વારા પણ ઉપસ્થિતિ નોંધાવી અને નગર ના વિકાસ માટે મહત્વપૂર્ણ મુદ્દાઓની રજુઆત કરવામાં આવી હતી.

Most Popular

To Top