સિમેન્ટ ભરેલું મિક્સર મશીન ની સામે હાઇવા ડમ્પર આવતા બ્રેક મારી કંટ્રોલ કરવા ગયા છતાં પણ સાંકડા નાળાના લીધે અકસ્માત સર્જાયો હતો. બોડેલી છોટાઉદેપુર હાઇવે નંબર 56 પર બન્યો છે
ગ્રામ્ય વિસ્તારની બાજુમાં જ આ નાળાની એક તરફ નજીકમાં આંગણવાડી તો બીજી તરફ નજીકમાં સ્કૂલ છે. નાના નાના બાળકો આ જ રસ્તા પરથી પસાર થતાં હોય છે છતાં પણ આ સાકડા નાળા ને મોટો બનાવવામાં આવતું નથી. શું તંત્ર હજુ કોઈ મોટા અકસ્માતની રાહ જુએ છે?
ચાલવા નીકળેલ એક શિક્ષકનો પણ આજ સાંકડાનાળાના લીધે અકસ્માત સર્જાયો હતો એવી લોક ચર્ચા પણ છે. છતાં પણ તંત્ર દ્વારા આ નાળા ને મોટું બનાવવામાં આવતું નથી. સિમેન્ટ ભરેલા મિક્સરમાં બે થી ત્રણ પલટી માર્યા હોવાનું ડ્રાઇવર દ્વારા જાણવા મળ્યું છેવારંવાર આ નાળા પર આવા બનાવો બનતા હોય છે છતાં તંત્ર ઘોર નિંદ્રામાં સુઈ રહ્યું છે એવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે.
રાત્રિના દરમિયાન વધુ પડતા અકસ્માતો સર્જાતા હોવાથી કોઈને જાણ થતી નથી. આ બનાવ પણ રાત્રિના બારથી એકના સમયગાળામાં બન્યો હોવાનું સામે આવ્યું છે.
તો શું તંત્ર દ્વારા આ નાડુ મોટું બનાવવામાં આવશે કે પછી એ જ પરિસ્થિતિમાં રહેશે એ જોવું રહ્યું.