Chhotaudepur

છોટાઉદેપુરની એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના 30 થી વધુ બાળકોને ફૂડ પોઇઝીનિંગ થયું


ઇમરજન્સી સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા

છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગ થઈ જતા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ અને તેજગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. શાળામાં રહી અભ્યાસ કરતા કુલ ૩૦થી વધુ બાળકોની તબિયત અચાનક બગડી હતી. જ્યારે તબીબી ચિકિત્સા દરમિયાન ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયુ હતું. ઘટના બનતા છોટાઉદેપુર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ ગામ ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં અભ્યાસ કરતા 30 જેટલા બાળકોની અચાનક તબિયત બગડી હતી. ઉલ્ટી થવી પેટમાં દુખાવો થવો તેવી ફરિયાદ બાળકો કરતા હતા અને વધુ તબિયત બગડતા સારવાર અર્થે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ 23 જેટલા બાળકોને અને તેજગઢ સીએચસી સહિતના દવાખાનાઓમાં બાળકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
શાળામાં રહી અભ્યાસ કરતા 30 જેટલા બાળકોને ગતરોજ રાત્રીના સમયે શાળામાં ભોજનમાં ટમેટાનું શાક અને ભાખરી આપવામાં આવી હોય ત્યારથી અચાનક બધા વિદ્યાર્થીઓની તબિયત લથડવા માંડી હતી. સવાર થી તો બાળકો બીમાર પડવા લાગ્યા હતા જેમાં ઘણાને પેટમાં દુખાવો થવો ઉલટી થવી જેવી સમસ્યાઓ ઉભી થઈ હતી. અચાનક તબિયત વધુ લથડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હજુ વધુ બાળકોનો આંકડો બહાર આવે તેવી શક્યતા છે જ્યારે મોડલ સ્કૂલના તંત્ર સામે બાળકોની સલામતીના અનેક સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે. અત્રે પ્રાપ્ત માહિતી અનુસાર ફૂડ પોઈઝનિંગ થયું હોય તેવું પ્રાથમિક અનુમાન તબીબો લગાવી રહ્યા છે જ્યારે અધિકારીઓ બાળકોને આપવામાં આવતું ભોજન અંગે તપાસ કરશે કે કેમ તેવા પ્રશ્નો પ્રજામાં ઉઠી રહ્યા છે

Most Popular

To Top