Chhotaudepur

છોટાઉદેપુરના ઝોઝ ગામે આધેડ ઉપર રીંછનો હુમલો, મોઢા પર બચકા ભર્યા



કુલ 2 વ્યક્તિને ઇજા પહોંચાડી રીંછ ફરાર

છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામની સીમમાં આજરોજ તા 27/6/24ના વહેલી સવારે 6:00 કલાકની આસપાસ મહુડાની ડોલી વીણવા ગયેલા રસિકભાઈ શાંતિલાલ નાયક ઉ વર્ષ 45 રે ઝોઝ ઉપર રીંછે હુમલો કરી ગંભીર ઇજાઓ કરી હતી. અચાનક રીંછ દ્વારા હુંમલો થતા રસિકભાઈ શાંતિલાલ નાયક ગભરાઈ ગયા હતા અને ગંભીર ઇજાઓ થઈ હતી. જે ઘટના ની જાણ થતા સમગ્ર ઝોઝ ગામમાં ચકચાર મચી હતી. જ્યારે આ બાબતની જાણ કરતા વન ખાતાના કર્મચારીઓ તથા પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રીંછ પકડવાની કામગીરી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે છોટાઉદેપુર તાલુકાના ઝુજ ગામની સીમમાં વહેલી સવારે મહોડાની ડોળી વીણવા રસિકભાઈ શાંતિલાલ નાયક ગયા તે સમયે જંગલ તરફથી અચાનક રીછ દોડી આવ્યું હતું અને રસિકભાઈ ઉપર હુમલો કરી તેમને મોઢાના ભાગે બચકા ભરી લીધા હતા અને ભારે ઈજા પહોંચાડી હતી. રસિકભાઈએ ગુમાબૂમ કરતા રીછ ત્યાંથી ભાગી ગયું હતું. ભાગતા રસ્તામાં મહિલા કવિતાબેન દિનેશભાઈ રાઠવાને પણ સામાન્ય ઇજા પહોંચાડી હતી. બંને ઇજાગ્રસ્તોને ઝોઝ જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જેમાં રસિકભાઈ શાંતિલાલ નાયકને વધુ ઇજાઓ ગંભીર જણાતા વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે રીછ ને કાબુમાં લાવવા વન વિભાગ દ્વારા કામગીરી આરંભી દેવામાં આવી હતી.

Most Popular

To Top