જેતપુરપાવી: : છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી ખાતે આજે જન આક્રોશ યાત્રા પહોંચી હતી. યાત્રાના આગમન સાથે જ વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરો, સ્થાનિક આગેવાનો અને નાગરિકો યાત્રામાં જોડાયા હતા અને સરકાર વિરુદ્ધ ઉગ્ર નારાબાજી કરી હતી.

યાત્રા દરમિયાન મોંઘવાડી, બેરોજગારી, આદિવાસી વિસ્તારોના વિકાસના મુદ્દાઓ, પાણી-વીજળી જેવી મૂળભૂત સુવિધાઓની અછત તેમજ સ્થાનિક પ્રશ્નોને લઈને સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. નેતાઓએ જનતાને સંબોધતા જણાવ્યું હતું કે જન આક્રોશ યાત્રા જનતાના હક્કો માટેની લડાઈ છે અને જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ અવાજ ઉઠતો રહેશે.
જેતપુર પાવી ખાતે યાત્રાનું સ્વાગત ઢોલ-નગારાં સાથે કરવામાં આવ્યું હતું. સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.

જન આક્રોશ યાત્રાના આગમનથી રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને આગામી દિવસોમાં જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે..
રિપોર્ટર:;આરીફ ખત્રી ,જેતપુરપાવી