વડોદરાના વૈકુંઠ ચાર રસ્તા પાસે ડમ્પરની અડફેટે વૃદ્ધાનું મોત.
વાઘોડિયા રોડ પર વૈકુંઠ ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે વૃદ્ધ મહિલાને અડફેટે લીધા બાદ તેમના મોઢા પર ટાયર ચઢાવી દેતા ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. અકસ્માત કર્યા બાદ ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી ફરાર ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
મૂળ રાજપીપળાની 65 વર્ષીય વૃદ્ધ મહિલા મહિલા ભીખીબેન માધવ પરમાર વાઘોડિય ચાર રસ્તા પાસે ભાડાના મકાનમાં રહેતી હતી અને છુટકી મજુરી કરતી હતી. દરમિયાન શનિવારે કામ પર જતી વેળા વૈકુંઠ ચાર રસ્તા પાસે અડફેટે લીધા બાદ વૃદ્ધા પર ડમ્પરનું ટાયર ચઢાવી તેમને કચડી નાખ્યા હતા. જેમાં મહિલાનું ઘટના સ્થળ પર કરૂણ મોત નિપજ્યું હતું. જોકે ડમ્પર ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળ પર લોકટોળા જામ્યા હતા. કપુરાઇ પોલીસને જાણ થતા તુરંત દોડી આવીને વૃદ્ધ મહિલાના મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખેસડ્યો હતો. પોલીસ દ્વારા ફરાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે શહેરમાં માતેલા શાંઢની જેમ ડમ્પર સહિતના ગેરકાયદે વાહનો દોડી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા આવા વાહનો સામે ક્યારે કાર્યવાહી કરાશે ?
ચાલકે વૃદ્ધાને અડફેટે લીધા બાદ તેમના મોઢા પર ડમ્પર ચઢાવી દીધુ
By
Posted on