પંજાબ તથા હરિયાણા પાસિંગના આઇસર ટેમ્પોમાં ગેરકાયદેસર રીતે ગૌવંશ લઈ જવાતું હતું સમગ્ર મામલે હરણી પોલીસે કાર્યવાહી હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 21
હાલોલથી વડોદરા તરફ બે આઇસર ટેમ્પોમાં ભરીને ગેરકાયદેસર રીતે લઈ જવાતી ગાયો તથા વાછરડાં અંગેની માહિતીને આધારે ગૌરક્ષકોએ ગોલ્ડન ચોકડી થી આરટીઓ તરફ જતા બે ટેમ્પોને રોકી ચાર ઇસમોને હરણી પોલીસને સોંપ્યા હતા અને ગાયો વાછરડાંને દરજીપુરા પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના આજવારોડ ખાતે આવેલા મરાઠી મહોલ્લા નજીક પરિવાર સાથે રહેતા હરીશભાઇ અમૃતભાઇ સરાણીયા વિશ્વ હિન્દુ પરિષદ, ગૌરક્ષા વિભાગમાં તેમજ જીવદયા ગૌરક્ષક તરીકે સમાજ સેવા સાથે સંકળાયેલા છે ગત તા.20 મી માર્ચ,2025ની રાત્રે તેઓને બાતમી હતી જેમાં બે આઇસર ટેમ્પોમાં ગાયો ભરીને વડોદરા તરફ આવી રહેલ છે જેથી હરીશભાઇએ ગૌરક્ષા વિભાગના કાર્યકરો કલ્પેશ ભરવાડ,ધર્મેશ ભરવાડ,કલ્પેશ જોશી નાઓ સાથે રાત્રે સાડા દસના સુમારે ગોલ્ડન ટોલનાકા થી આર ટી ઓ તરફ જતાં તાળપત્રી બાંધેલી બે આઇસર ટેમ્પોને રોકી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં હરણી પોલીસ સ્થળ પર પહોંચી હતી તેઓ સાથે તપાસ કરતાં આઇસર ટેમ્પો નં. પી બી-03-બી ઇ-4746 માં ડ્રાઇવર સુલતાન ભંવરલાલ રાવભાટ (રહે શ્રી ગંગાનગર, રાજસ્થાન ( તથા ક્લિનર રાજુ રામપ્રતાપ સપ (રહે.હનુમાનગઢ, રાજસ્થાન)ની પૂછપરછ કરી ગાડીમાંથી દૂધાળી 09 ગાયો જેની આશરે કિંમત રૂ 72,000,08 વાછરડાં જેની અંદાજે કિંમત રૂ 4,000 તથા આઇસર ટેમ્પો જેની આશરે કિંમત રૂ 18,00,000 સાથે જ બંને પાસેથી ઓપો એ -78મોડલનો મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 5000 તથા વીવો વાય -20મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 5000મળી ઝડપી પાડી ગાયોને લઈ જવાના કાગળિયાં માંગતા મળી આવ્યા ન હતા તે જ રીતે બીજા આઇસર ટેમ્પો જેનો રજીસ્ટ્રેશન નંબર એચ આર -57-બી-0433 ના ડ્રાઈવર જગદીપસિંગ ભરપુર સિંગ સેઠી (રહે.ફરીદકોટ પંજાબ) તથા ક્લીનર જગદીશ ભાગીરામ રાવ (રહે.હનુમાનગઢ, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું તેઓ પાસેથી સેમસંગ ગેલેક્સી એ -15 મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 6,000 તથા વીવો વાય 181 જેની આશરે કિંમત રૂ 5,000 તથા ટેમ્પોમાં દૂધાળી ગાય 07, પાકળ ગાય -02 મળીને કુલ 09ગાયો જેની અંદાજે કિંમત રૂ 72,000, વાછરડાં 07 જેની અંદાજે કિંમત રૂ 3500,આઇસર ટેમ્પો જેની આશરે કિંમત રૂ 17,00,000 સાથે ઝડપી પાડી હરણી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જ્યારે તમામ ગાયો તથા વાછરડાં ને દરજીપુરા પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા છે.
